Ahmedabad News/ અમદાવાદના વટવામાં SGSTના દરોડા, વેપારીઓમાં ફફડાટ

ઓફિસોમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરી સખ્ત કાર્યવાહી શરૂ કરી છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)ના વટવા(Vatva)માં રાજ્ય જીએસટી (SGST) વિભાગના દરોડા પાડવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. GST વિભાગે અચાનક દરોડા પાડીને વેપારીઓની ઓફિસોમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરી સખ્ત કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદ શહેરના વટવા GIDCમાં GST વિભાગ દ્વારા 3 થી 4 વેપારીઓના ત્યાં રેડ પાડી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદમાં કેમિકલ મેન્યુફેક્ચરરને ત્યાં બે યુનિટ અને કેમિકલ ખરીદતા બે વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડામાં અધિકારીઓએ હિસાબી વ્યવહારો જપ્ત કર્યા છે. જોકે, કોઈ રોકડ મળી ન આવી હોવાનું જાણવા મળ્યું છે.

GST raid without notice: Businessmen oppose rule

ઉદ્યોગપતિઓએ કરચોરી કરી છે કે નહીં તે તપાસ બાદ માલૂમ પડશે. અગાઉ ગોધરામાં સેન્ટ્રલ જીએસટી(CGST)ના દરોડા પડ્યા હતા. અધિકારીઓએ ખાદ્ય તેલના વેપારીઓ સહિત જથ્થાબંધ વિક્રેતાઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, મોટા પાયે કરચોરી થઈ હોવાની શંકાને આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને વેપારી વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, આવા દરોડાથી વેપાર-ધંધાને અસર થાય છે અને ભરોસો ઓછો થાય છે. CGST દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીની વધુ વિગતો થોડા સમયમાં સામે આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં ઓઈલ અને સ્ક્રેપના વેપારીઓને ત્યાં CGST ના દરોડા, અંદાજે 200 કરોડની કરચોરી

આ પણ વાંચો: રાજકોટમાં બિલ્ડર જૂથ પર CGSTના દરોડાનો મામલો

આ પણ વાંચો: રાજકોટમાં CGST ના 2 ખાનગી ગ્રુપ પર દરોડા