Not Set/ J&K: શહીદના લીલાનગર શ્માશાન ખાતે કરાયા અંતિમસંસ્કાર, પરિવારે ભિની આંખે વિદાય આપી

અમદાવાદઃ જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયાના લીલાનગર ખાતે આવેલા શ્માશન ગૃહમા  અંતિમસંસ્કાર કરાયા હતા. શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યાં હતા અને વંદે માતરમના નારા લગાવી શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે ઉપસ્થિત સૌ કોઇના આંખમાં આંસૂ આવી ગયા હતા. રવિવારે પશ્ચિમ કાશ્મીરના કુલગામના […]

Gujarat
624 J&K: શહીદના લીલાનગર શ્માશાન ખાતે કરાયા અંતિમસંસ્કાર, પરિવારે ભિની આંખે વિદાય આપી

અમદાવાદઃ જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયાના લીલાનગર ખાતે આવેલા શ્માશન ગૃહમા  અંતિમસંસ્કાર કરાયા હતા. શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યાં હતા અને વંદે માતરમના નારા લગાવી શ્રદ્ધાંજલિ આપી હતી. આ સમયે ઉપસ્થિત સૌ કોઇના આંખમાં આંસૂ આવી ગયા હતા.

રવિવારે પશ્ચિમ કાશ્મીરના કુલગામના યારિપોરામાં આતંકવાદી સાથેના એન્કાઉન્ટરમાં બે જવાનો શહીદ થયા હતા. ગુજરાતમાંથી ગોપાલસિંહ ભદોરિયા શહીદ થયા હતા. જેમના પાર્થિવ શરીરને સોવવાર એરફોર્સના વિશેષ વિમાન દ્વારા બપોરે 4 વાગે અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો જ્યાં સૈના દ્વારા શહીદ જવાને સલામી આપવામાં આવી હતી. અમદવાદા એરપોર્ટ પર પ્રદિપસિંહ જાડેજા સહિતના મંત્રીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ શહીદ જવાન શ્રંદ્ધાજલિ આપી હતી.

અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયા આતંકી હુમલામાં શહીદ થયો હતો જેની આજે અંતિમયાત્રા નીકળશે. જેના માટે એક ખાસ ટ્રકનું આયોજન કરવામાં આવ્યું હતું છે. આ ઉપરાંત આ સમગ્ર વિસ્તારમાં લોકોએ દુકાનો બંધ રાખી હતી. જ્યારે દેશભક્તિના ગીતો ગવાઈ રહ્યા હતા તેની વચ્ચે તિરંગા સાથે સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં.

શહીદ જવાનને ખાસ ટ્રકમાં તેની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.

ગુજરાત સરકારે શહીદ જવાન ગોપાલસિંહના પરિવારને ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત છેલ્લા છ મહિનામાં ગુજરાત શહીદ જવાનોને ચાર-ચાર લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.