OMG!/ હોલીવુડ સિરીઝ luciferમાં નજર આવશે શહનાઝ ગિલ, પોસ્ટર જોઈને કન્ફ્યુઝ થયા ફેન્સ

અભિનેત્રી શહનાઝ ગિલનો સિક્કો હવે વિદેશમાં પણ ચાલવા જઈ રહ્યો છે. અમે આ નથી કહી રહ્યા, પરંતુ અભિનેત્રી વિશેના નવા અપડેટ દ્વારા આ વાત સામે આવી છે.

Entertainment
શહનાઝ

વિવાદાસ્પદ શો ‘બિગ બોસ’ની 13મી સીઝન ‘બિગ બોસ 13’નો ભાગ બનીને સમગ્ર ભારતીયોના દિલો પર રાજ કરનાર અભિનેત્રી શહનાઝ ગિલનો સિક્કો હવે વિદેશમાં પણ ચાલવા જઈ રહ્યો છે. અમે આ નથી કહી રહ્યા, પરંતુ અભિનેત્રી વિશેના નવા અપડેટ દ્વારા આ વાત સામે આવી છે. શહનાઝને હોલિવૂડની લોકપ્રિય વેબ સિરીઝનો ભાગ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો:ગણપથ પાર્ટ – 1ના શુટિંગ દરમિયાન ટાઇગર શ્રોફ થયા ઈજાગ્રસ્ત, અભિનેતાએ PHOTOS શેર કરી આ વાત

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમય શહનાઝ માટે ખૂબ જ ખરાબ રહ્યા છે. અભિનેત્રીએ તેના સૌથી ખાસ મિત્ર સિદ્ધાર્થ શુક્લાને ગુમાવ્યો, જેના જવાને કારણે અભિનેત્રી સંપૂર્ણપણે એકલી પડી ગઈ અને સોશિયલ મીડિયાથી પણ અંતર રાખતી જોવા મળી. એટલું જ નહીં, ‘સિડનાઝ’ની જોડીના તૂટવાથી ફેન્સ પણ ચોંકી ગયા હતા. જો કે, સમયની સાથે, શહનાઝ પણ તેના સામાન્ય જીવનમાં પરત ફરતી જોવા મળે છે.

શહનાઝ ગિલે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને તેને અપડેટ કરવાનું શરૂ કરી દીધું છે. અભિનેત્રીની તાજેતરની પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે તેને હોલીવુડના લોકપ્રિય વેબ શો ‘લૂસિફર’નો ભાગ બનાવવામાં આવી છે. જેનું પોસ્ટર ખુદ શહનાઝે પણ શેર કર્યું છે. પોસ્ટરમાં તે શોના લીડ એક્ટર ટોમ એલિસ સાથે જોવા મળી રહી છે. તસવીરમાં બંનેની કેમેસ્ટ્રી જોઈને જ બની ગઈ છે.

આ પણ વાંચો:વિવાદમાં ફસાઈ સની દેઓલ-અમિષાની ગદર 2, જાણો કોણે લગાવ્યો છેતરપિંડીનો આરોપ

જોકે, શહનાઝ ગિલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને જોઈને એ કહેવું મુશ્કેલ છે કે તે ફોટોશોપ્ડ છે કે ઓરિજિનલ. પોસ્ટર શેર કરતા પંજાબની કેટરિના કૈફે કેપ્શનમાં લખ્યું, ‘રિયલ બિગ બોસ અહીં છે , #NetflixIndiaPlayback2021 #Playback2021′. પોસ્ટરમાં એવું પણ લખવામાં આવ્યું છે. ‘Hell ને નવો ઘરનો સાથી મળ્યો છે’ શહનાઝની લેટેસ્ટ પોસ્ટ હાલમાં ચર્ચાનો વિષય છે અને અત્યાર સુધીમાં તેને ઈન્સ્ટાગ્રામની દુનિયામાં 7 લાખ 54 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શહેનાઝ છેલ્લે ફિલ્મ ‘હૌસલા રખ’માં દિલજીત દોસાંઝ સાથે જોવા મળી હતી.

આ પણ વાંચો:રાજ કુન્દ્રાના સમર્થનમાં આવી શિલ્પા શેટ્ટી, ટ્વિટ કરીને પતિ માટે કહી આ વાત

આ પણ વાંચો:ક્રિકેટરના ડ્રેસમાં બેટ સાથે નજર આવ્યા કાર્તિક આર્યન, ફેંસે કહ્યું, ” મારો ફીવરીટ પ્લેયર, જુઓ આ વીડિયો

આ પણ વાંચો:ગૌરી..છિબ્બર..ખાન..ડિઝાઇનર..નિર્માતા અને એક સફળ મહિલા..