MANTAVYA Vishesh/ ‘બાપુ’નું રાજકીય રિટર્ન! શંકરસિંહ વાઘેલાની 6 દાયકાની સફરની સંપૂર્ણ કહાની

Shankersinh Vaghela Political Journey: ગુજરાતના ‘બાપુ’ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાની છ દાયકાથી વધુ લાંબી રાજકીય સફરની સંપૂર્ણ કહાની. RSSથી શરૂઆત, ભાજપમાં મહત્વની ભૂમિકા, ભાજપ સામે બળવો, ગુજરાતના મુખ્યમંત્રી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા, કેન્દ્રીય કાપડ મંત્રીથી લઈને NCP અને પ્રજા શક્તિ સુધીના તેમના રાજકીય પડાવ જાણો.

Breaking News Mantavya Vishesh
Shankersinh Vaghela Political Journey: 6 દાયકાની રાજકીય સફર RSSથી ગુજરાતના CM અને કેન્દ્રીય મંત્રી સુધી

Mantavya Vishesh: ગુજરાતના રાજકારણમાં એક નામ એવું છે, જેની રાજકીય સફર (Shankersinh Vaghela Political Journey) પોતાનામાં જ એક આખું પુસ્તક છે… નામ છે શંકરસિંહ વાઘેલા… અને ઓળખ છે ‘બાપુ’! સંઘથી શરૂ થયેલી સફર… જનસંઘ અને ભાજપમાં સંગઠનની જવાબદારી… ભાજપ સામે બળવો… પોતાની પાર્ટીની રચના… ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને કેન્દ્રમાં કાપડ મંત્રી સુધીની જવાબદારી… કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા જેવી ભૂમિકાઓ… અને હવે લગભગ નવ વર્ષ બાદ ફરી એકવાર કોંગ્રેસમાં વાપસીની ચર્ચા! એટલે સવાલ એ છે કે આખરે કોણ છે આ ‘બાપુ’, જેમની (Bapu Gujarat) રાજકીય સફરમાં વારંવાર વળાંકો આવ્યા, પરંતુ ગુજરાતના રાજકારણમાં તેમની હાજરી સતત રહી? હાલ કોંગ્રેસમાં તેમની વાપસી અંગે ચર્ચા અંતિમ તબક્કામાં હોવાનું સામે આવ્યું છે, પરંતુ ઔપચારિક જાહેરાત હજુ થઈ નથી.

Shankersinh Vaghela Political Journey: શંકરસિંહ વાઘેલા કેમ કહેવાય છે ગુજરાતના ‘બાપુ’?

21 જુલાઈ 1940ના રોજ ગાંધીનગર જિલ્લાના વાસણ ગામમાં જન્મેલા શંકરસિંહ વાઘેલાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ. કર્યું હતું. રાજકારણમાં સક્રિય થતાં પહેલાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા અને ત્યારબાદ જનસંઘ તથા ભાજપના સંગઠનમાં (Shankersinh Vaghela BJP) મહત્વની ભૂમિકા ભજવી. 1971થી 1977 દરમિયાન ગુજરાત જનસંઘમાં સંગઠન અને મહાસચિવ તરીકે જવાબદારી સંભાળી. 1977માં કપડવંજ લોકસભા બેઠક પરથી પહેલીવાર સંસદમાં પહોંચ્યા. 1984થી 1989 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા અને 1989માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફરી લોકસભામાં ચૂંટાયા. 1991માં ગોધરા બેઠક પરથી પણ જીત મેળવી. એટલે ‘બાપુ’ની રાજકીય સફર માત્ર પક્ષના સંગઠન સુધી સીમિત નહોતી… તેઓ સતત સંસદીય રાજકારણના કેન્દ્રમાં રહ્યા.

Shankersinh Vaghela Political Journey: 6 દાયકાની રાજકીય સફર RSSથી ગુજરાતના CM અને કેન્દ્રીય મંત્રી સુધી
Shankersinh Vaghela Political Journey: 6 દાયકાની રાજકીય સફર RSSથી ગુજરાતના CM અને કેન્દ્રીય મંત્રી સુધી

1995માં ગુજરાતમાં ભાજપની સરકાર (Gujarat Politics) બની, પરંતુ નેતૃત્વને લઈને પક્ષની અંદર ભારે રાજકીય ખેંચતાણ ઊભી થઈ. શંકરસિંહ વાઘેલા અને ભાજપના નેતૃત્વ વચ્ચે મતભેદ વધ્યા. 1996માં તેઓ ભાજપથી અલગ પડ્યા અને પોતાના રાજકીય જૂથ સાથે નવો માર્ગ પસંદ કર્યો. કોંગ્રેસના સમર્થનથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 23 ઓક્ટોબર 1996થી 27 ઓક્ટોબર 1997 સુધી મુખ્યમંત્રી રહ્યા. તેમનો કાર્યકાળ ટૂંકો રહ્યો, પરંતુ ગુજરાતના રાજકારણમાં આ સમયગાળો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. ત્યારબાદ 1997માં તેમની રાષ્ટ્રીય જનતા પાર્ટીનું કોંગ્રેસ સાથે વિલીનીકરણ થયું અને વાઘેલા કોંગ્રેસમાં જોડાયા. આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં સત્તાના સમીકરણોને મોટો વળાંક આપ્યો.

કોંગ્રેસમાં આવ્યા બાદ શંકરસિંહ વાઘેલાની (Shankersinh Vaghela Congress) રાજકીય સફર ફરી તેજ બની. 1999 અને 2004માં તેઓ કપડવંજ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા. 23 મે 2004થી તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં કાપડ મંત્રી બન્યા. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે પણ તેમણે જવાબદારી સંભાળી. 2009ની લોકસભા ચૂંટણીમાં પંચમહાલ બેઠક પરથી તેમને હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ 2012માં કપડવંજ વિધાનસભા બેઠક પરથી જીત મેળવી તેઓ ફરી ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા અને વિપક્ષના નેતા બન્યા. આ સમયગાળામાં તેઓ ગુજરાત કોંગ્રેસના સૌથી મહત્વના ચહેરાઓમાંના એક રહ્યા.

Shankersinh Vaghela Political Journey: 6 દાયકાની રાજકીય સફર RSSથી ગુજરાતના CM અને કેન્દ્રીય મંત્રી સુધી
Shankersinh Vaghela Political Journey : RSSથી ગુજરાતના CM અને કેન્દ્રીય મંત્રી સુધી, હવે કોંગ્રેસમાં ઘરવાપસી?

પરંતુ 2017માં ફરી એક મોટો વળાંક આવ્યો. રાજ્યસભાની ચૂંટણી (Shankersinh Vaghela Political Journey) પહેલાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસથી અલગ થયા અને ત્યારબાદ જન વિકલ્પ મોરચાની રચના કરી. ચૂંટણીમાં આ પ્રયોગ સફળ રહ્યો નહીં અને તેમનું સંગઠન એક પણ બેઠક જીતી શક્યું નહીં. ત્યારબાદ જાન્યુઆરી 2019માં તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને રાષ્ટ્રીય મહાસચિવ તથા ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી. જોકે જૂન 2020માં તેમણે એનસીપીમાંથી પણ રાજીનામું આપી દીધું. પછી 2022માં ‘પ્રજા શક્તિ’ નામના રાજકીય મંચની જાહેરાત કરી અને નવેમ્બર 2024માં ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ તરીકે નવા રાજકીય પક્ષની રચનાની જાહેરાત થઈ. એટલે એક વાત સ્પષ્ટ છે… બાપુએ ગુજરાતના રાજકારણમાં વારંવાર પોતાના માટે નવો રાજકીય રસ્તો પસંદ કર્યો.

Shankersinh Vaghela Political Journey: 6 દાયકાની રાજકીય સફર RSSથી ગુજરાતના CM અને કેન્દ્રીય મંત્રી સુધી

અને હવે… 2026માં ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’નું નામ ચર્ચાના કેન્દ્રમાં છે. કોંગ્રેસમાં પાછા ફરવા અંગે શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે વાતચીત ચાલી રહી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ચર્ચાની પુષ્ટિ કરી છે. એટલું જ નહીં, 2 ઓક્ટોબરે વાઘેલા કોંગ્રેસના (Shankersinh Vaghela Political Journey) આદિવાસી અધિકારના કાર્યક્રમમાં પણ જોવા મળ્યા અને આગામી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવાની પણ માહિતી સામે આવી છે. ઔપચારિક રીતે કોંગ્રેસમાં વાપસીની જાહેરાત નવરાત્રિ દરમિયાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સંઘથી શરૂ થયેલી સફર… જનસંઘ અને ભાજપ… ગુજરાતના મુખ્યમંત્રી… કોંગ્રેસ… કેન્દ્રના કાપડ મંત્રી… વિપક્ષના નેતા… એનસીપી… અને પોતાના રાજકીય પક્ષ સુધીના અનેક પડાવ… શંકરસિંહ વાઘેલાની આ સફર ગુજરાતના રાજકારણના છ દાયકાથી વધુ લાંબા ઇતિહાસ સાથે જોડાયેલી છે. એટલે જ ‘બાપુ’નું નામ માત્ર એક નેતાનું નામ નથી… ગુજરાતની રાજકીય સફરના અનેક મોટા વળાંકો સાથે જોડાયેલું એક જાણીતું નામ છે.


આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે? અમિત ચાવડાના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો

આ પણ વાંચો: શંકરસિંહ વાઘેલાનો હુંકાર: ‘કોંગ્રેસમાં જોડાવાનો સવાલ નથી, એકલો લડીશ પણ ઝૂકીશ નહીં’; 2 ઓક્ટોબરે શક્તિપ્રદર્શન

આ પણ વાંચો: ’30 વર્ષમાં ભાજપ કાટવાળું થઈ ગયું છે!’ ગુજરાત પેટાચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું?