પોર્નોગ્રાફી કેસ/ શર્લિન ચોપરાની આગોતરા જામીન નામંજૂર , મુશ્કેલીઓમાં થયો વધારો

શર્લિનએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને હવે કોર્ટે ફગાવી દીધી  છે.

Entertainment
sherlyn chopra finally issues a statement on raj kundras arrest in prn scandal takes an indirect dig at poonam pandey 001 શર્લિન ચોપરાની આગોતરા જામીન નામંજૂર , મુશ્કેલીઓમાં થયો વધારો

પોર્નોગ્રાફી રેકેટ મામલામાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. મુંબઇ સેશન્સ કોર્ટે અભિનેત્રી શર્લિન ચોપરાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. પોલીસે કોર્ટમાં જણાવ્યું છે કે, શર્લિન ચોપરા પોર્ન રેકેટ મામલે સાક્ષી છે. આથી તેને આ કેસમાં પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે.

શું શર્લિન ધરપકડના ડરથી પરેશાન છે?

પોર્નગ્રાફી રેકેટ કેસમાં ઉદ્યોગપતિ રાજ કુંદ્રા પહેલાથી જ સળિયા પાછળ છે. પોલીસે આ કેસમાં શર્લિન ચોપરાનું નિવેદન નોંધ્યું છે, ત્યારબાદથી શર્લિન તેની ધરપકડથી ડરતી હતી. આને કારણે, શર્લિનએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને હવે કોર્ટે ફગાવી દીધી  છે. શર્લિન વતી, તેના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે અભિનેત્રી ધરપકડથી ડરતી નથી, તે ફક્ત પોતાનો બચાવ કરી રહી છે.

આ અગાઉ મુંબઈ ક્રાઈમ બ્રાંચના સ્પેશિયલ સેલે શેરલીન ચોપડાને સમન્સ પાઠવીને પૂછપરછ કરવા જણાવ્યું છે. શર્લિન સાથે ઘહના વશિષ્ઠને પણ બોલાવવામાં આવ્યા હતા. બંને અભિનેત્રીઓ પોલીસ સમક્ષ હાજર થઈ ન હતી અને વધુ કેટલાક દિવસો માંગ્યા હતા. શર્લિન ચોપડા પોલીસ સમક્ષ જુબાની આપવાનું ટાળી શકે છે, પરંતુ મીડિયાની સામે શર્લિન રાજ કુંદ્રા ઉપર ગંભીર આક્ષેપો કરે છે. શેરલીને દાવો કર્યો હતો કે રાજ કુન્દ્રાએ જ તેને આ પોર્ન ફિલ્મના ધંધામાં ધકેલી દીધી હતી.

શર્લિનના જણાવ્યા મુજબ રાજે તેને પુખ્ત વયના વિષયવસ્તુમાં કામ કરવાનું કહ્યું હતું. પહેલા ભૂમિકાનીઓફર કરવામાં આવી, પછીથી પુખ્ત વયના લોકો માટે સામગ્રી બનાવવાનું કહ્યું. શેરલીને પોતાને પોર્નોગ્રાફી રેકેટનો શિકાર ગણાવી છે.