સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ ‘અનુપમા’ આજકાલ લોકોમાં પ્રિય બની ચુકે છે. હાલમાં જ આ સીરિયલમાં એક ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. હકીકતમાં, સિરિયલમાં અનુપમાના પતિ ‘વનરાજ’નો અકસ્માત થાય છે, જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ એપિસોડના શૂટિંગને લગતો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વનરાજ રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલો જોવા મળી રહ્યો છે, જ્યારે અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી અને સમર એટલે કે પારસ ઝીંગા લા લા વાળો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અનુપમાના શૂટિંગને લગતો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે.
‘અનુપમા’ સીરીયલના શૂટિંગનો આ વીડિયો ખુદ ‘અનુપમા’ એટલે કે રૂપાલી ગાંગુલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે, જે અત્યાર સુધીમાં છ લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે માતા અને પુત્ર બંને વનરાજને હોશમાં લાવવા ડાન્સ કરે છે. થોડા જ સમયમાં વનરાજ પણ ઉભો થઈને નાચવા લાગે છે. વનરાજને નાચતા જોઈને અનુપમા અને સમર કહે છે કે હોશ આવી ગયો. પરંતુ તરત જ વનરાજ બેભાન થઈને જાય છે અને ફરી તેઓ ડાન્સ કરવા લાગે છે.
રૂપાલી ગાંગુલી દ્વારા શેર કરેલી આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે, સાથે જ ત્રણેયની બોન્ડિંગ પણ તેમને ખૂબ પસંદ આવી છે. આ વીડિયોને શેર કરતાં રૂપાલી ગાંગુલીએ લખ્યું છે કે, “આ રીતે અમે ગંભીર સીન્સ ગંભીરતાથી કરીએ છીએ. મોનિશાગિરી ક્યારેય મારી અંદર નહીં જાય અને આ બંને અનુપમાને મળી છે. થુ થુ થુ, આશા છે કે અમે હંમેશાં આ રીતે મસ્તીખોર બની રહીએ. “
આપને જણાવી દઈએ કે સિરિયલ ‘અનુપમા’ માં વનરાજ ઓપરેશન પછી ભાનમાં આવી જાય છે અને આગામી એપિસોડમાં તે કાવ્યા સાથે એમ કહેતો જોવા મળશે કે તેણે તેના ઘરે ન જવું જોઈએ અને તેના પરિવાર સાથે જવું રહેવું જોઈએ કહેતો જોવા મળશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…