Bollywood/ શિલ્પા શેટ્ટી પર પણ ચડ્યો નવરાત્રીનો રંગ, ‘કેસરિયો રંગ…’ પર કર્યા ગરબા

પોર્નોગ્રાફી કેસમાં 19 જુલાઈએ ધરપકડ થયા બાદ ગત મહિને જ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા જેલમાંથી બહાર આવ્યો હતો. પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી ઘણીવાર ટ્રોલ થઈ હતી.

Entertainment
Untitled 268 શિલ્પા શેટ્ટી પર પણ ચડ્યો નવરાત્રીનો રંગ, 'કેસરિયો રંગ...' પર કર્યા ગરબા

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેવા સેલેબ્સમાંથી એક છે, જે દરેક તહેવારને ઉજવે છે. હાલ નવરાત્રી ચાલી રહી છે, ત્યારે તેણે પોતાના ઘરે માતાજીનું સ્થાપન કર્યું છે. જેની ઝલક તે નિયમિત તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર દેખાડતી રહે છે. શિલ્પા શેટ્ટીએ હવે તે ગરબા રમતી હોય તેવો વીડિયો શેર કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલા વીડિયોમાં શિલ્પા શેટ્ટી ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ના સ્ટેજ પર ઐશ્વર્યા મજમુદારે ગાયેલા ગીત ‘કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા’ પર ગરબા કરતી જોવા મળી રહી છે. સુપર ગુરુ ભાવના ખંડુજા અને સોનાલી કર પણ તેને સાથ આપી રહ્યા છે. વીડિયોની સાથે તેણે લખ્યું છે કે ‘નવરાત્રી દરમિયાન #ShilpaKaMantra: જ્યારે શંકા હોય ત્યારે ગરબા કરો…એ હાલો’.

https://www.instagram.com/reel/CU6xo1ZDbtQ/?utm_source=ig_embed&ig_rid=0b4bd267-f211-490b-ba6e-b30ca7fe22bb

આ વીડિયોની સાથે તેણે લખ્યું હતું કે ‘મારા બાળકો અને વિશ્વાસ, કેટલીક બાબતો એમ જ આગલી પેઢીને મળતી નથી. મારા માટે આ જરૂરી છે કે હું મારા બાળકોને તે જ મૂલ્યો અને પરંપરાની સાથે મોટા કરું જે અમારા માતા-પિતાએ અમને આપ્યા છે. બંનેમાં વિશ્વાસનું બીજ રોપવાનું કામ એવું છે, જે હું તેમને બાળપણથી આપવાનો પ્રયાસ કરી રહી છું’.

ઉલ્લેખનીય છે કે, પોર્નોગ્રાફી કેસમાં 19 જુલાઈએ ધરપકડ થયા બાદ ગત મહિને જ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા જેલમાંથી બહાર આવ્યો હતો. પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી ઘણીવાર ટ્રોલ થઈ હતી. જો કે, તેણે સકારાત્મકતા લાવીને જીવનમાં આગળ વધી જવાનું અને કામ કરતા રહેવાનું નક્કી કર્યું હતું.