Not Set/ અમેરિકાનાં ટેક્સાસમાં અંધાધૂધ ગોળીબાર, 20 લોકોનાં થયા મોત, 26 ઘાયલ

અમેરિકામાં ફાયરિંગને લગતી ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. હવે ટેક્સાસનાં અલ પાસો સ્થિત વોલ-માર્ટ શોપિંગ સેન્ટરમાં શનિવારે ગોળીબારીમાં 20 લોકોનાં મોત નિપજ્યા હતા, જ્યારે 26 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. ટેક્સાસનાં ગવર્નર ગ્રેગ એબોટ અને અલ પાસો પોલીસનાં જણાવ્યા અનુસાર, અલ પાસોનાં એક શોપિંગ સેન્ટરમાં ફાયરિંગમાં 20 લોકો માર્યા ગયા […]

World
el paso gettyimages 1159287290 અમેરિકાનાં ટેક્સાસમાં અંધાધૂધ ગોળીબાર, 20 લોકોનાં થયા મોત, 26 ઘાયલ

અમેરિકામાં ફાયરિંગને લગતી ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. હવે ટેક્સાસનાં અલ પાસો સ્થિત વોલ-માર્ટ શોપિંગ સેન્ટરમાં શનિવારે ગોળીબારીમાં 20 લોકોનાં મોત નિપજ્યા હતા, જ્યારે 26 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. ટેક્સાસનાં ગવર્નર ગ્રેગ એબોટ અને અલ પાસો પોલીસનાં જણાવ્યા અનુસાર, અલ પાસોનાં એક શોપિંગ સેન્ટરમાં ફાયરિંગમાં 20 લોકો માર્યા ગયા અને 26 લોકો ઘાયલ થયા છે. તપાસ કરનાર અધિકારીઓનું કહેવું છે કે, આ હેટ ક્રાઇમનો મામલો હોઈ શકે છે. “

ગોળીબારીને લઇને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પે કર્યુ ટ્વીટ

trump 1 અમેરિકાનાં ટેક્સાસમાં અંધાધૂધ ગોળીબાર, 20 લોકોનાં થયા મોત, 26 ઘાયલ

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ફાયરિંગને લઇને ટ્વીટ કરતા કહ્યું કે, ટેક્સાસનાં અલ પાસોમાં ઉગ્ર ફાયરિંગ. અહેવાલો ખૂબ જ ખરાબ છે, ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે અધિકારીઓ કાયદા પ્રમાણે કામ કરી રહ્યા છે. આ ઘટના અંગે ટેક્સાસનાં રાજ્યપાલ સાથે વાત કરી અને સંપૂર્ણ મદદની ખાતરી આપી. ભગવાન તમારા બધાની સાથે છે!’

વોલમાર્ટનાં સીઈઓએ દુઃખની લાગણી કરી વ્યક્ત

હુમલાખોરનાં કેટલાક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં તે હાથમાં બંદૂક વડે ગોળીઓ ચલાવતો દેખાઇ રહ્યો છે. મીડિયા અહેવાલો કહે છે કે, હુમલાખોર 21 વર્ષનો છે. સ્થાનિક પોલીસે આ કેસમાં ત્રણ શકમંદોની અટકાયત કરી છે. શોપિંગ સેન્ટર વોલમાર્ટનાં સીઇઓ ડગ મૈકમિલને ટેક્સાસ ગોળીબારી વિશે એક ઇન્સ્ટાગ્રામ સંદેશ પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘મને વિશ્વાસ નથી થતો કે હું અઠવાડિયામાં બે વાર આ પ્રકારની નોટ મોકલી રહ્યો છું. આજે માર્યા ગયેલા લોકોનાં પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.