અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં ફેડએક્સ કંપનીમાં ગોળીબોરની ઘટના ઘટી હતી.આ ઘટનામાં ચાર શીખ સહિત આઠ લોકોનાં મોત થયા છે અનેક લોકો ઘાયલ થયાં છે. આ ગોળીબારમાં ત્રણ શીખ મહિલાઓના મોત નિપજ્યાં છે. જાતીવાદ નફરત દેશમાં વધી રહી છે તેના પર અંકુશ લગાવવા માટે શીખ સમુદાયે અમેરિકા પ્રમુખ બાઇડેનને અપીલ કરી છે.
આ ઘટનામાં ગોળીબાર કરનાર બંદૂકધારીની ઓળખ ઇન્ડિયાના રાજ્યનાે 19 વર્ષીય યુવક બ્રેડન સ્કોટ હોલ છે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે મોડીરાત્રે ઇન્ડિયાનામાં સ્થિત ફેડએક્સ કંપનીમાં ગોળીબાર કરી હતી અને પોલીસ આવે તે પહેલાં તેણે પોતાની જાત પર ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.હોલએ ફેડએક્સ કંપનીનો કર્મચારી હતો.
અમેરિકાની એફભઈઆઇ સંસ્થાએ કહ્યું હતું કે ગત વર્ષે એજન્શીએ હોલની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે તમારો પુત્ર આત્મહત્યાના પ્રયત્ન કરી શકે છે. એફબીઆઇએ હોલની તે સમયે પુછતાછ પણ કરી હતી. આ કંપનીમાં નોકરી કરનાર વધારે પડતાં એટલે કે 90 ટકા લોકો ભારતીય વંશના અમેરિકા નાગરિક છે.
શીખ સમુદાયના નેતા ગુરીન્દ્ર સિંહ ખાલસાએ કહ્યું હતું કે આ ઘટનાથી શીખ સમુદાય શોકમાં છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મરનાર વ્યકિતઓની ઓળખ થઇ ગઇ છે.જેમાં અમરજીત જોહલ,જસવિંદર કૈાર,જસવિંદર,અમરજીત,અન્ય મરનાર વ્યક્તિઓ કાર્લી સ્મિથ,એલેકઝેન્ડર મેટ,સમારિયા બ્લેકવેલ,અને જોન વ્હાઇટ છે.શીખ સમુદાયના અન્ય હરપ્રિત સિંહને આંખ પાસે ગોળી વાગી છે તેમને સત્વરે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યકત કર્યો છે.આ ઘટનાના લીધે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેને રાષ્ટ્રધ્વજ ઝુકાવવાનો આદેશ આપ્યો છે. ઇન્ડિયાનામાં શીખ સમુદાયના લોકો વધારે રહે છે.
