આજે (16 નવેમ્બર) ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યના લગ્ન છે. ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યા દિલ્હીમાં રાહુલ શર્મા સાથે લગ્ન કરવા તૈયાર છે. અભિનેત્રીએ તેના ફેન્સ અને ફોલોઅર્સ માટે લગ્ન પહેલાની તેની સુંદર તસવીરો શેર કરી છે. કુંડળી ભાગ્ય અભિનેત્રીએ મહેંદી સેરેમનીનો તેનો લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તસવીરો શેર કરતાં તેણે લખ્યું, “સૌથી સરળ હા જે મેં ક્યારેય કહ્યું છે!”
આ પણ વાંચો :રાજકુમાર રાવના રિસેપ્શનમાં પહોંચ્યા VIP ગેસ્ટ, દીપિકા જેવા લુકમાં જોવા મળી પત્રલેખા
ઘણી હસ્તીઓએ ટિપ્પણી વિભાગમાં અભિનેત્રીને લગ્ન માટે તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. અંકિતા લોખંડેએ લખ્યું, “બેબી બેબી, અભિનંદન.” અર્જુન બિજલાનીએ કહ્યું, “અભિનંદન દોસ્ત.” મૌની રોયે લખ્યું, “અભિનંદન મારા પ્રિએ.”
https://www.instagram.com/p/CWTYqgpvC-C/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/CWTH55lJLbv/?utm_source=ig_web_copy_link
મહેંદી સેરેમની બાદ શ્રદ્ધા આર્યાની હલ્દી સેરેમનીની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જે સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ નેહા અદ્વિક મહાજને શેર કર્યા છે. નેહાએ હલ્દી સેરેમની જે તસવીરો શેર કરી છે, જેમાં શ્રદ્ધા પીળા કલરના ક્રોપ ટોપ અને લહેંગામાં જોવા મળી રહી છે. આ સાથે તેણે ફ્લાવર જ્વેલરી પહેરી છે અને પાછળ ફૂલથી કરવામાં આવેલુ સુંદર ડેકોરેશનની ઝલક પણ જોવા મળી રહી છે.
https://www.instagram.com/p/CWU-Zr-P5ru/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :લગ્નના બંધનમાં બંધાયો રાજકુમાર રાવ, પત્રલેખા સાથે લીધા સાત ફેરા, જુઓ ફોટો
આ પહેલા શ્રદ્ધા આર્યાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મહેંદી અને સગાઈની રિંગ બતાવી હતી. તસવીરોની સાથે તેણે લખ્યું હતું ‘આ અત્યારસુધીની સૌથી સરળ હા છે’. શ્રદ્ધા અને રાહુલના લગ્ન દિલ્હીની એરોસિટી હોટેલમાં થવાના છે. જેમાં પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહેશે.
https://www.instagram.com/reel/CWU5vr6IqPn/?utm_source=ig_web_copy_link
શ્રદ્ધા 16 નવેમ્બરે દિલ્હીના એરોસિટી ખાતે નેવલ ઓફિસર રાહુલ શર્મા સાથે લગ્ન કરશે. આ પહેલા શ્રદ્ધાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો વધુ એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો હતો.
https://www.instagram.com/p/CWSfADYK3nt/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો : પ્રતિક ગાંધી અને તાપસી પન્નુની ફિલ્મ વો લડકી હૈ કહાં`નો ફર્સ્ટ લૂક રિલીઝ
આ પણ વાંચો :રાજકુમાર રાવ અને પત્રલેખાનું વેડિંગ કાર્ડ થયું લીક, જાણો કયા લેશે સાત ફેરા
આ પણ વાંચો :અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજનું ટીઝર રિલીઝ, માનુષી છિલ્લર જોવા મળશે આ ભૂમિકામાં
