IPL Mega Auction: સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહેલાં IPL મેગા ઓક્શનમાં 2 ભારતીય ક્રિકેટરો IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે. નંબર વન પર રિષભ પંત છે, જે અત્યાર સુધીનો સૌથી મોંઘો ક્રિકેટર છે. દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
બીજા નંબરે કેપ્ટન અને બેટ્સમેન શ્રેયસ અય્યર છે, જેણે ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવ્યું હતું. શ્રેયસને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પંજાબ કિંગ્સે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. યુઝવેન્દ્ર IPL ઈતિહાસનો સૌથી મોંઘો સ્પિનર બની ગયો છે. અત્યાર સુધી આઈપીએલના ઈતિહાસમાં ટોપ-15 સૌથી મોંઘા ખેલાડીઓમાં કોઈ સ્પિનર નહોતો.
કોલકાતા નાઈટ રાઈડર્સને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યર આઈપીએલનો સૌથી મોંઘો ક્રિકેટર બની ગયો છે. પંજાબ કિંગ્સે તેને રૂ. 26.75 કરોડની બોલીમાં ખરીદ્યો હતો. આ હરાજીમાં વેચાયેલો તે પ્રથમ કેપ્ટન છે.
આશ્ચર્યજનક રીતે બોલી વેંકટેશ અય્યર પરની હતી, જેના માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રૂ. 23,50 કરોડ સુધીની બિડ લાગી હતી. અંતે કોલકાતાએ વેંકટેશને 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પર ચોંકાવનારી બોલી લાગી હતી. દિલ્હીએ તેને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિઝનમાં તેની કિંમત લગભગ અડધી થઈ ગઈ છે.
પ્રથમ બે હરાજી ઝડપી બોલરો માટે હતી. અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડાને ગુજરાત ટાઇટન્સે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આઇપીએલની 10 ફ્રેન્ચાઇઝી ટીમો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 574 ખેલાડીઓ પર બોલી લગાવી રહી છે. ટીમમાં કુલ 204 જગ્યાઓ ખાલી છે.
દિલ્હીએ સ્ટાર્કને 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક છેલ્લી મીની હરાજીમાં IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો, તેને કોલકાતાએ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક ગત સિઝનમાં કોલકાતા તરફથી રમ્યો હતો, તેણે 14 મેચમાં 17 વિકેટ લીધી હતી.
જોસ બટલરને હવે ગુજરાતમાં, 15.75 કરોડમાં ખરીદ્યો
માર્કી લિસ્ટમાં નંબર-1 ખેલાડી જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે રૂ. 15.75 કરોડમાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ઈંગ્લેન્ડના સફેદ બોલના કેપ્ટન જોસ ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યા હતા. તેણે 2024માં 11 મેચમાં 359 રન બનાવ્યા હતા જેમાં 2 સદી સામેલ હતી.
અર્શદીપને 18 કરોડ રૂપિયા મળ્યા; રબાડાનો જીટીમાં સમાવેશ
પ્રથમ બે હરાજી ઝડપી બોલરો માટે હતી. અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે રાઈટ ટુ મેચ કાર્ડ દ્વારા 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડાને ગુજરાત ટાઇટન્સે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
6 ટીમોએ 12 ખેલાડીઓ પર 180.50 કરોડ ખર્ચ્યા
હરાજીના બીજા રાઉન્ડ સુધી 12 ખેલાડીઓ પર 180.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 7 ભારતીય ખેલાડીઓ રૂ. 126 કરોડમાં અને પાંચ વિદેશી ખેલાડીઓ રૂ. 54.50 કરોડમાં વેચાયા હતા. દિલ્હીએ 2-2 ખેલાડીઓને 25.75 કરોડ રૂપિયામાં અને લખનૌએ 34.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. બેંગલુરુએ 1 ખેલાડીને 8.75 કરોડ રૂપિયામાં અને હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે કોલકાતા, ચેન્નાઈ, રાજસ્થાન અને મુંબઈએ અત્યાર સુધી કોઈ ખેલાડી પર બોલી લગાવી નથી.
દિલ્હીએ રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
લખનૌના પૂર્વ કેપ્ટન કેએલ રાહુલને દિલ્હીએ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. દિલ્હી રાહુલને પણ પોતાનો કેપ્ટન બનાવી શકે છે. બોલી લગાવ્યા બાદ લખનૌએ રાહુલ માટે તેના RTM કાર્ડનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. ગત સિઝનમાં રાહુલે લખનૌ માટે 14 મેચમાં 520 રન બનાવ્યા હતા જેમાં 4 અડધી સદી સામેલ હતી.
પંજાબે અત્યાર સુધીમાં 3 ખેલાડીઓ પર 62.75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ટીમ પાસે હરાજી માટે કુલ 110.50 કરોડ રૂપિયા હતા. હવે ફ્રેન્ચાઈઝી પાસે 47.75 કરોડ રૂપિયા બચ્યા છે. પંજાબે ઐયરને રૂ. 26.75માં, ચહલ અને અર્શદીપને રૂ. 18 કરોડમાં ખરીદ્યા. લિવિંગસ્ટન બેંગલુરુ તરફથી રમશે ઈંગ્લિશ ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટનને બેંગલુરુએ 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. બોલી લગાવ્યા બાદ પંજાબે તેના RTM કાર્ડનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. પંજાબ તરફથી ગત સિઝનમાં રમનાર લિયામે 7 મેચમાં 111 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ લીધી હતી. સિરાજ રૂ. 12.25 કરોડમાં વેચાયો, ગુજરાતે ખરીદ્યો ગુજરાતે બીજા સેટમાંથી કેપ્ડ ખેલાડી મોહમ્મદ સિરાજને રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. બોલી લગાવ્યા બાદ આરસીબીએ તેના આરટીએમ કાર્ડનો ઉપયોગ કરવાનો ઇનકાર કરી દીધો હતો. સિરાજ ગત સિઝનમાં બેંગલુરુ તરફથી રમ્યો હતો, તેણે 14 મેચમાં 15 વિકેટ લીધી હતી.
ચહલ 18 કરોડમાં પંજાબ ભેગો, 9 ગણી કિંમત મળી
પંજાબે કેપ્ડ ખેલાડી યુઝવેન્દ્ર ચહલને બીજા સેટમાંથી 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ભારતીય સ્પિનર બની ગયો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ગત સિઝનમાં ચહલે રાજસ્થાન તરફથી રમતા 15 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. ચહલ IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 2013માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી લઈને 2024 સુધી તેણે 160 મેચમાં 205 વિકેટ ઝડપી છે.
શમી 10 કરોડમાં વેચાયો
હૈદરાબાદે માર્કી લિસ્ટમાંથી અન્ય કેપ્ડ ખેલાડી મોહમ્મદ શમીને રૂ. 10 કરોડમાં ખરીદ્યો હતો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. ભારતીય ફાસ્ટ બોલર શમી ઈજાના કારણે ગત સિઝનમાં રમી શક્યો નહોતો. અગાઉ તે 2023માં ગુજરાત માટે રમ્યો હતો. આ સિઝનમાં તેણે 17 મેચમાં 28 વિકેટ લીધી હતી અને તે ટુર્નામેન્ટનો પર્પલ કેપ ધારક પણ હતો.
આ પણ વાંચો: કોલકાતા નાઇટ રાઇડર્સ ત્રીજી વખત બન્યું આઇપીએલ ચેમ્પિયન, હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું
આ પણ વાંચો: આઇપીએલ 2024ની ફાઇનલમાં હૈદરાબાદ 113 રનમાં ઓલઆઉટ, રસેલની 3 વિકેટ
આ પણ વાંચો: મારું ધ્યાન આઇપીએલ પર, પણ ટી20 વર્લ્ડ કપમાં રમવા આતુરઃ ગિલ
