ISRO News: ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ના આગામી ભારત-યુએસ મિશન માટે અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા નોમિનેટ કરાયેલા તે સૌથી યુવા અવકાશયાત્રી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો જન્મ 10 ઓક્ટોબર 1985ના રોજ લખનૌમાં થયો હતો. તાજેતરમાં ગ્રુપ કેપ્ટનના પદ પર પ્રમોશન મેળવતા પહેલા તેઓ વિંગ કમાન્ડર હતા.
ISROએ આપી માહિતી
ઇસરોએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મિશનને લઈને માહિતી આપતા કહ્યું કે આ મિશન માટે 4 ગગનયાનયાત્રીમાંથી શુભાંશુ અને પ્રશાંતની પસંદગી કરવામાં આવી છે. શુભાંશુ આ મિશનના મુખ્ય અવકાશયાત્રી હશે જયારે પ્રશાંત નાયર તેમના બેકઅપ તરીકે રહેશે. જો કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મિશન માટે શુભાંશુ કયારે જશે તેની તારીખ જાહેર કરાઈ નથી. પરંતુ બંને ગગનયાત્રીઓની આ માટેની તાલીમ ઓગસ્ટના પ્રથમ મહિનામાં જ શરૂ થઈ જશે. ISROએ જણાવ્યું કે ભારત-યુએસ સ્પેસ મિશન કરાર હેઠળ હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર (HSFC) એ ISS પર તેના આગામી Axiom-4 મિશન માટે યુએસ સ્થિત Axiom Space સાથે સ્પેસ ફ્લાઇટ એગ્રીમેન્ટ (SFA)માં પ્રવેશ કર્યો છે.
નેશનલ ડિફેન્સ એકેડમીના વિદ્યાર્થી
શુભાંશુ શુક્લા નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ 17 જૂન 2006ના રોજ ભારતીય વાયુસેનાના લડાયક પ્રવાહમાં જોડાયા હતા. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સ્પેસ-એક્સ રોકેટ અને ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરીને એક્સિઓમ-4 ઉડાવશે. શુભાંશુ શુક્લાએ પ્રતિષ્ઠિત ટેક્ટિક્સ એન્ડ કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (TACDE) સ્કૂલમાંથી ફાઈટર કોમ્બેટ લીડર કોર્સ કર્યો છે. તે લગભગ 2000 કલાકનો ઉડ્ડયન અનુભવ સાથે ટેસ્ટ પાઇલટ પણ છે. શુભાંશુએ Su-30 MKI, MiG-21, MiG-29, Jaguar, BAe Hawk, Domnier અને An-32 સહિત વિવિધ પ્રકારના વિમાનો ઉડાવ્યા છે.
આ પણ વાંચો:દિલ્હી પોલીસના વેરહાઉસમાં સેંકડો વાહનો બળીને ખાખ
આ પણ વાંચો:CBI દિલ્હી કોચિંગ અકસ્માતની તપાસ કરશે, હાઈકોર્ટનો આદેશ
આ પણ વાંચો:જૂના રાજેન્દ્ર નગર અકસ્માતની CBI તપાસ કરશે, દિલ્હી હાઈકોર્ટે MCDને ફટકાર લગાવી