Gujarat Weather/ ગુજરાતમાં આજે પડશે ભારે વરસાદ, ક્યાં અપાયું છે એલર્ટ

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather: ગુજરાતના 15 જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તો આ દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્યુલેશન થતા સક્રિય થતા મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી અપાઈ છે. હજુ 6 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે.

સુરત, નવસારી અને વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વડોદરા અને છોટાઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગ, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ પડશે.  વલસાડ જિલ્લામાં વાપી તાલુકા ખાતે 5 ઇંચ જેટલો વરસાદ વરસતા વાપી શહેર પાણી પાણી થઈ ગયું છે.

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં વરસાદી માહોલ છે. 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. તો વાપીમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. વલસાડના કપરાડામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો. પારડીમાં 5, ધરમપુરમાં 4.5, ઉમરગામમાં 4 ઈંચ, જામનગરના જોડિયા, છોટાઉદેપુરમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો. ઉપરાંત નવસારી, ખેરગામ, જલાલપોરમાં બેથી અઢી ઈંચ ખાબક્યો. આમ, રાજ્યના 35 તાલુકાઓમાં વરસ્યો 1 ઈંચથી વધારે વરસાદ જોવા મળ્યો.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આજે યલો અલર્ટ સાથે વરસાદની આગાહી કરી છે. આજે સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છની ધરા ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ભયભીત

આ પણ વાંચો:અમદાવાદથી થરાદ વચ્ચે 6 લેન હાઈસ્પીડ કોરિડોર બનશે, જાણો હાઈવેની ખાસિયતો

આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે