ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ આજે પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલ અને કેપ્ટન શિખર ધવને પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. આ દરમિયાન ગિલે તેના સમય દરમિયાન 104 મીટરની લાંબી સિક્સ ફટકારી હતી.
ગિલની સિક્સર એટલી લાંબી હતી કે બોલ ખોવાઈ ગયો હતો અને. આ પછી અમ્પાયરે બીજો બોલ મંગાવવો પડ્યો હતો. ભારતીય ઓપનર ગિલ ઇનિંગની 15મી ઓવર દરમિયાન હેડન વોલ્શની બોલ પર લાંબી ઓવરમાં સિક્સર ફટકારી હતી. ગિલે સિક્સર ફટકાર્યા પછી બોલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ પછી આખરે અમ્પાયરે બીજો બોલ મંગાવ્યો.
104m six by Gill#WIvIND #IndvsWI pic.twitter.com/ylEbHbGlNS
— Cricket Magnemo (@CricketMagnemo) July 27, 2022
નોંધનીય છે કે વરસાદના કારણે હાલ પુરતી રમત રોકી દેવામાં આવી છે. રમત બંધ થઈ ત્યાં સુધીમાં ભારતે 24 ઓવરમાં એક વિકેટે 115 રન બનાવી લીધા હતા. શુભમન ગિલ 51 અને શ્રેયસ અય્યર બે રન બનાવીને અણનમ રહ્યા હતા. કેપ્ટન શિખર ધવને 58 રનની ઇનિંગ રમી હતી.
