india news/ દર વર્ષે બેથી અઢી લાખ મુસ્લિમોની હિંદુમાં ‘ઘરવાપસી’ સુનિશ્ચિત કરતા હોવાનો શુદ્ધિસભાનો દાવો

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી હતી તે સમયથી આર્યસમાજીઓએ આ રીતે ડર અને કોપના કારણે મુસલમાન બનેલા હિંદુઓની સ્થિતિ સમજી હતી અને તે સમયથી આ રીતે ભારતના કેટલાય હિસ્સાઓમાં ડરના કારણે મુસ્લિમ બની ગયેલા હિંદુઓની ઘરવાપસી(Gharvapsi)નું અભિયાન શરૂ થયુ હતુ. આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે.

Top Stories India Breaking News
Shudhsibha accelerates the process Gharvapsi

નવી દિલ્હીઃ ઘરવાપસી (Gharvapsi) હાલમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો શબ્દ છે. તેનું કારણ વર્તમાન સ્થિતિ છે. કહેવત છે મારીને મુસલમાન બનાવવા. આ કહેવત કંઈ એમને એમ નથી પડી તે હકીકત પણ છે. આજે દેશમાં જોવા મળતાં ભારતીય મુસ્લિમોની વસ્તીનો નોંધપાત્ર હિસ્સો પ્રારંભમાં કંઈ ઇસ્લામ પ્રત્યેના આકર્ષણના લીધે નથી બન્યો, પરંતુ પોતાનું અસ્તિત્વ ટકાવવા તલવારના ડરથી મુસ્લિમ બન્યો છે. તેના કારણે કહેવત પડી છે મારીને મુસલમાન બનાવવા. તેમને હિંદુ ધર્મમાં પાછા લાવવાની પ્રક્રિયા એટલે ઘરવાપસી

મહર્ષિ દયાનંદના સરસ્વતીના સમયથી ચાલે છે મુસ્લિમોની Gharvapsi

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી હતી તે સમયથી આર્યસમાજીઓએ આ રીતે ડર અને કોપના કારણે મુસલમાન બનેલા હિંદુઓની સ્થિતિ સમજી હતી અને તે સમયથી આ રીતે ભારતના કેટલાય હિસ્સાઓમાં ડરના કારણે મુસ્લિમ બની ગયેલા હિંદુઓની ઘરવાપસી(Gharvapsi)નું અભિયાન શરૂ થયુ હતુ. તેના પછી તેમના અનુગામી સ્વામી શ્રદ્ધાનંદે પણ આ પ્રક્રિયા જારી રાખી હતી. તેના કારણે મુસ્લિમ કટ્ટરપંથીએ તેમની હત્યા પણ કરી હતી.

Gharvapsiની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે શુદ્ધિસભા
Gharvapsiની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે શુદ્ધિસભા

આર્યસમાજે અવિરત ધોરણે જારી રાખી છે ઘરવાપસીની પ્રક્રિયા

જો કે આમ છતાં પણ આર્યસમાજે તેની આ પ્રક્રિયા બંધ કરી નથી. આજે પણ આર્યસમાજની આ પ્રવૃત્તિ ચાલુ છે અને તેઓએ તેને શુદ્ધિસભાનું નામ આપ્યું છે. દિલ્હીમાં આવા જ એક સ્થળે આ રીતે શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે અને હિંદુ ધર્મમાં પાછા ફરવા ઇચ્છુક મુસ્લિમોને કાયદેસર રીતે હિંદુ (Gharvapsi)બનાવવામાં આવે છે. દર અઠવાડિયે 500થી 600 મુસ્લિમ આ રીતે હિંદુ બને છે તેવો તેમનો દાવો છે. જ્યારે વર્ષે લગભગ બેથી અઢી લાખ જેટલા મુસ્લિમ હિંદુ બને છે અને તે ફક્ત દિલ્હીમાં જ નહીં આખા ભારતમાં આ થઈ રહ્યુ છે તેમ તેમણે જણાવ્યું હતું.

Gharvapsiની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે શુદ્ધિસભા
Gharvapsiની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે શુદ્ધિસભા

મુસ્લિમ યુવતીઓમાં હિંદુ બનવાનું પ્રમાણ વધુ

આ આર્યસમાજીઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ અને યુવતીઓ વધુને વધુ પ્રમાણમાં હિંદુ થવા માંગે છે, કારણ કે તેઓ સતત હિંસક વાતાવરણમાં રહેવા માંગતી નથી. તેના કારણે તેઓ હિંદુ યુવાન સાથે લગ્ન કરીને હિંદુ ધર્મ અપનાવી લે છે, પરંતુ આના કારણે તે યુવાન અને યુવતી બંનેના જીવ પર જોખમ રહેતું હોય છે, તેના કારણે અમે આ બધુ જાહેર કરતાં નથી.

રાજા માનસિંહના વંશજ પણ મુસ્લિમમાંથી હિંદુ બન્યા

આશ્ચર્યની વાત એ છે કે રાજા માનસિંહના વંશજ એક સમયે ઇસ્લામિક શાસન હેઠળ મુસ્લિમ બની ગયા હતા. તેઓ ત્રણથી ચાર પેઢીઓથી મુસ્લિમ હતા. તેમનું નામ અનવર અને તેમની પત્નીનું નામ ઝારાખાન હતુ, અનવરના પિતા તેમને ઇસ્લામિક કટ્ટરવાદી બનાવવા માંગતા હતા, પરંતુ અમેરિકામાં રહેવા દરમિયાન તેમણે પોતાના કુળનો ઇતિહાસ જોયો તો તેમા પાંચ પેઢીઓ પહેલા હિંદુ નામ જોયુ. તેના પછી હિંદુ ધર્મ વિશે જાણ્યુ, અભ્યાસ કર્યો અને તેની પરંપરામાં રૂચિ પડતા તેમનું મન તેના તરફ વળ્યુ. તેના કારણે પૂર્વજોના સંસ્કાર તેમનામાં જાગ્યા અને તેમણે અને તેમની પત્ની બંનેએ અમેરિકાથી ભારત આવીને શુદ્ધિસભામાં હિંદુ ધર્મ અંગીકાર કર્યો.

તેમનો દાવો છે કે આવા ઘણા રાજપૂતો છે જેઓએ તે સમયે ઇસ્લામ અંગીકાર કર્યો હતો, પરંતુ પછી પૂર્વજોના સંસ્કાર જાગતા આ શુદ્ધિસભા થકી હિંદુ બન્યા છે. હિંદુ બનેલાઓના નામ પણ એટલા માટે જાહેર કરવામાં આવતા નથી કેમકે જો હિંદુઓ પણ જાણે કે તેઓ અગાઉ ઇસ્લામમાં હતા તો ક્યાંક તેમનો બહિષ્કાર શરૂ ન થાય. તેના કારણે આ રીતે હિંદુ બનેલાની વિગતો જાહેર કરવામાં આવતી નથી.


આ પણ વાંચો:  ધરમપુરના તામછડીમાં 150 હિન્દુની ઘરવાપસી, ખ્રિસ્તી બનનારા 150 હિન્દુઓની ઘરવાપસી થઇ, આદિવાસી વિસ્તારમાં ધર્મપરિવર્તનની બની હતી ઘટના, હિન્દુ સંગઠને પાઠશાળા શરૂ

આ પણ વાંચો:  વલસાડના તામછડીમાં ધર્મપરિવર્તન કરી ખ્રિસ્તી બની ગયેલા 150 હિન્દુઓની ઘરવાપસી,VHPની સક્રીય ભૂમિકા

આ પણ વાંચો:  જેમના પૂર્વજો હિન્દુ હતા તેમની ઘરવાપસી માટે વિશ્વ હિન્દુ પરિષદ ચલાવશે અભિયાન,જાણો વિગત