અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વિશે એવા અહેવાલો છે કે બંને અલગ રહે છે. તેમના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે, આ દરમિયાન ઐશ્વર્યાની ભાભી શ્વેતા બચ્ચનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અભિનેત્રી વિશે વાત કરતી જોવા મળી રહી છે. આ વીડિયો કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’નો છે.
રેપિડ ફાયર રાઉન્ડમાં કરણ જોહર શ્વેતાને પૂછે છે કે, તને ઐશ્વર્યાની કઈ આદત પસંદ છે, કઈ આદતથી તને નફરત છે અને કઈ બાબતમાં તું સહન કરે છે? જવાબમાં, શ્વેતા કહે છે: ઐશ્વર્યા એક આત્મનિર્ભર, સ્વ-નિર્મિત અને મજબૂત મહિલા અને એક સારી માતા છે, જે તેને પસંદ છે. તેને નફરત છે કે ઐશ્વર્યા કોલ અને મેસેજનો જવાબ આપવામાં ઘણો સમય લે છે. શ્વેતાએ કહ્યું કે તે ઐશ્વર્યાના ટાઈમ મેનેજમેન્ટને સહન કરે છે.
તમને જણાવી દઈએ કે, લાંબી મિત્રતા અને સંબંધ પછી ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા. 16 નવેમ્બર 2011ના રોજ ઐશ્વર્યા અને અભિષેકના ઘરે પુત્રી આરાધ્યાનો જન્મ થયો હતો.
50 વર્ષની થઈ ગયેલી ઐશ્વર્યા રાય ઘણીવાર તેની પુત્રી સાથે ફરતી જોવા મળે છે. ઐશ્વર્યા હવે બચ્ચન પરિવાર સાથે જોવા મળતી નથી. આ કારણથી લોકોનું અનુમાન છે કે બંને વચ્ચે કંઈક બરાબર નથી અને તેઓ અલગ-અલગ રહે છે.
આ પણ વાંચો:શાહરૂખ ખાનને થઇ આંખની સમસ્યા,સારવાર માટે જશે અમેરિકા!
આ પણ વાંચો:અમિતાભ બચ્ચને કરી ભૂલ! સોશિયલ મીડિયા પર ખોટો વીડિયો શેર કર્યા બાદ હવે ચાહકોની માંગી માફી
આ પણ વાંચો:નશામાં પંજાબી ગાયક મિલિંદ ગાબા પર T-Series ઓફિસમાં મારપીટ, જાહેરમાં દારૂ પીતા જોવા મળ્યા