Education News : આજે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગની નવીનતમ આવૃતિ બહાર પાડવામાં આવી હતી. જે ઘણી ભારતીય યુનિવર્સિટીઓના રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. નોંધનીય રીતે 61 ટકા ભારતીય યુનિવર્સિટીઓએ રેન્કમાં વધારો કર્યો છે. જેમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (આઈઆઈટી બોમ્બે) એ ભારતીય સંસ્થાઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વેશ્વિક સ્તરે મેસેચ્યુસેચટ્સ ઈન્સ્ટિટ્યુટ ઓ ટેકનોલોજી (એણઆઈટી) એ સતત 13 મા વર્ષે વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે.
IIT બોમ્બે ભારતમાં આગળ છે. તેણે નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. 2024માં 149 માં સ્થાનેથી 2025ના રેન્કિંગમાં 118 માં સ્થાને ચઢીને 31 રેન્કની છલાંગ લગાવી છે. આ સિધ્ધિ IIT બોમ્બે બાદ આઈઆઈટી દિલ્હી અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી) બેંગ્લોરે પણ નોંધપાત્ર સુધારાઓ દર્શાવ્યા છે. આઈઆઈઆટી દિલ્હી 197માંથી 150 મા સ્થાને આગળ વધીને 47માં ક્રમે પહોંચ્યું છે. જ્યારે આઈઆઈએસસી 14મા સ્થાનના વધારા સાથે 225માંથી 211 માં ક્રમે છે.
આઈઆઈટી ખડગપુરે ભારતીય સંસ્થાઓમાં ચોથુ સ્થાન હાંસલ કર્યું છે.વેશ્વિક રેન્કિંગમાં 271માં સ્થાનેથી 222માં સ્થાને પહોંચી છે. એ જ રીતે આઈઆઈટી મદ્રાસે 58 રેન્કનો સુધારો કરીને 285માંથી 227માં સ્થાને થી પ્રભાવશાલી છલાંગ લગાવી છે. દિલ્હી યુનિવર્સિટી (ડીયુ) દ્વારા સૌથી વધુ નોંધપાત્ર પ્રગતિ કરવામાં આવી હતી. જે 2024માં 407માં સ્થાનેથી 79માં ક્રમે વધીને 328માં સ્થાને પહોંચી હતી., અને ભારતીય યુનિવર્સિટીએઓમાં સાતમુ સ્થાન મેળવ્યું છે. આઈઆઈટી રૂરકી અને આઈઆઈટી ગુવાહાટીએ પણ નોંધપાત્ર પ્રગતિ કરી, અનુક્રમે 344 માં અને 383માં સ્થાને પહોંચી હતી. વધુમાં અન્ના યુનિવર્સિટી રેન્કમાં થોડી ઘટાડી હોવાછતા477માં સ્થાને નોંધપાત્ર ઉલ્લેખ રહે છે. અહીં શ્રેષ્ઠ ભારતીય સંસ્થાઓની યાદી છે જેણે વૈશ્વિક તરે ટોચના 500માં સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો: 8 જૂને થઇ શકે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, મોદી ત્રીજી વખત બનશે PM
આ પણ વાંચો:નાયડુએ કહ્યું- નિશ્ચિંત રહો, નીતિશે કહ્યું, સરકાર ચોક્કસ બનશે
આ પણ વાંચો: આજે NDA અને INDIAની બેઠક, એક જ ફ્લાઈટમાં નીતીશ-તેજશ્વી, જુઓ ફોટો
