Madhya Pradesh News/ રેલવે ટ્રેક પર હેડફોન લગાવીને બેસવું જીવલેણ બન્યું, BBAના વિદ્યાર્થીનું દર્દનાક મોત

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં, હેડફોન પહેરીને રેલ્વે ટ્રેક પર બેઠેલા એક વિદ્યાર્થીનો જીવ ગયો અને ટ્રેનની અડફેટે આવી જતાં તેનું કરુણ મોત થયું

India Trending

Madhya Pradesh News: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં, હેડફોન પહેરીને રેલ્વે ટ્રેક પર બેઠેલા એક વિદ્યાર્થીનો જીવ ગયો અને ટ્રેનની અડફેટે આવી જતાં તેનું કરુણ મોત થયું. આ ઘટના હબીબગંજ-ઈટારસી ટ્રેક પર બની હતી. જ્યાં 20 વર્ષીય BBA વિદ્યાર્થી મનરાજ તોમરનું ટ્રેનની અડફેટે આવી જતાં કરૂણ મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર મનરાજ તેના મિત્ર સાથે દાનાપાની વિસ્તારમાં રેલવે ટ્રેક પર બેઠો હતો. બંને મિત્રો અલગ-અલગ ટ્રેક પર બેસીને મોબાઈલ ફોન જોઈ રહ્યા હતા.

મનરાજે પણ કાનમાં હેડફોન પહેર્યા હતા. આ દરમિયાન તે જે ટ્રેક પર બેઠો હતો ત્યાં એક ટ્રેન આવી. પરંતુ મોબાઈલ ફોનમાં મગ્ન બંને મિત્રોએ ટ્રેન તરફ ધ્યાન ન આપતા મનરાજ ટ્રેનમાંથી કપાઈ ગયો હતો.

મનરાજ શહેરની ખાનગી કોલેજમાંથી બીબીએનો અભ્યાસ કરતો હતો. મનરાજને બોડી બિલ્ડિંગ અને રીલ્સ બનાવવાનો શોખ હતો.

હાલ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યો છે. મનરાજ તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણા સોમેશ્વર ફ્લેટ પરથી વૃદ્ધે ઝંપલાવી આત્મહત્યા કરી

આ પણ વાંચો: હિંમતનગરમાં ત્રિકોણીય પ્રેમસંબંધમાં નર્સે સહકર્મીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી

આ પણ વાંચો: બનાસકાંઠામાં પિતા-પુત્રની નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા