Mahesana News/ મહેસાણા સોમેશ્વર ફ્લેટ પરથી વૃદ્ધે ઝંપલાવી આત્મહત્યા કરી

મહેસાણામાં સોમેશ્વર ફ્લેટ પરથી વૃદ્ધે ઝંપલાવ્યું હતું. સોમેશ્વર ફ્લેટ પરથી વૃદ્ધે ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ધારા વિદ્યાલય નજીક આ બનાવ બન્યો હતો. હાલમાં આ સ્થળે નવા ફ્લેટ બની રહ્યા છે.

Gujarat Others Breaking News

Mahesana News: મહેસાણામાં સોમેશ્વર ફ્લેટ (Someshvar Flat) પરથી વૃદ્ધે ઝંપલાવ્યું હતું. સોમેશ્વર ફ્લેટ પરથી વૃદ્ધે ઝંપલાવી આત્મહત્યા (Suicide)  કરી હતી. ધારા વિદ્યાલય નજીક આ બનાવ બન્યો હતો. હાલમાં આ સ્થળે નવા ફ્લેટ બની રહ્યા છે. વૃદ્ધ અગાઉ સર્વોદય બેન્ક ક્વાર્ટર્સમાં રહેતા હતા. નિવૃત્ત જીવન ગાળતા વૃદ્ધે મોતને વહાલું કર્યુ છે. તેમના મૃત્યુ પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસનું માનવું છે કે કારણ મુખ્યત્વે એકાકી જીવન અથવા ઉંમર સંબંધિત બીમારી પણ હોઈ શકે છે. જો કે પોલીસે બીજા બધા પાસા જોવા માટે વૃદ્ધનો મોબાઇલ કોલ પણ કબ્જે કર્યો છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે.

પોલીસનું માનવું છે કે ઉપરોક્ત કારણ સિવાયના બીજા કારણો તો મોબાઇલ કોલ ડિટેલમાંથી જ જાણવા મળશે.  હાલમાં તો વૃદ્ધના મોબાઇલ કોલ ડિટેલ્સની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સિવાય પોલીસ બીજા પાસા માટે મૃતક વૃદ્ધના અન્ય સગાસંબંધીઓની પણ પૂછપરછ કરી રહી છે. તેમના નજીકના સગાસંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સિવાય તેમને માનસિક સમસ્યા હતી કે નહીં તે પણ ચકાસવામાં આવી રહ્યું છે.  એકલવાયા વૃદ્ધોમાં ઘણી વખત એકાકીપણાના લીધે માનસિક સમસ્યા પણ જોવા મળતી હોય છે. તેથી આ પાસા પર પણ વિચાર કરી રહ્યો છે. તેની સાથે પોલીસ હવે સમગ્ર શહેરમાં એકલા રહેતા વૃદ્ધો માટે એસઓપી લાવવા પણ વિચારી રહી છે. આ માટે જો કે ઉચ્ચસ્તરે ચર્ચાવિચારણા ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્ વડનગરનો યુવાન વ્યાજખોરોના ત્રાસથી થયો ગુમ હેમંત પ્રજાપતિ વ્યાજખોરોના ત્રાસથી ચિઠ્ઠી લખી ગુમ યુવાન આત્મહત્યા કરવા જતો

આ પણ વાંચો: મહેસાણામાં સ્કૂલમાં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત

આ પણ વાંચો: પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી, આપઘાત પહેલા સેલ્ફી મિત્રોને મોકલી