Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ

કોરોનાને માત આપીને ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 13 થઇ છે, અને કુલ સાજા થનારાઓની સંખ્યા 8,15,334 છે,હાલ રાજ્યમાં કોરોના સ્થિતિ કંટ્રોલમાં છે

Top Stories
Untitled 85 રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ

કોરોના મામલે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમીક્ષા બેછક કરી રહ્યા છે ,ભારતના 35 જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ ભયાવહ જોવા મળી રહી છે. આરોગ્ય મંત્રાલયે આની પુષ્ટિ ગઇકાલે કરી હતી. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. હાલ રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે પરતું ચિંતાજનક બાબત નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોના સંક્રમિતના 21 કેસો નોંધાયા છે.

ગુજરાતની સ્થિત હાલ કોરોના મામલે નિયંત્રણમાં જોવા મળી રહી છે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ કેસ 21 નોંધાયા છે. હવે ગુજરાતમાં કુલ કોરોના કેસનો આંકડો 8,25,087  થયા છે.રાજ્યમાં જનજીવન સામાન્ય બની રહ્યું છે. જેના લીધે ધંધા ,રોજગાર ફરી એકવાર સક્રીય થયાં છે ,રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેર સામે અગમચેતી પગલાં લઇને વેકસિનેશન પર ભાર મુક્યો છે.

રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં એક પણ મોત નિપજ્યુ નથી તે સારી વાત છે હાલ કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં છે. કોરોનાને માત આપી સાજા થનારની સંખ્યા પણ વધી રહી છે,કોરોનાને માત આરીને ડિસ્ચાર્જ થયેલા લોકોની સં્યા 13 છે. અને કુલ સાજા થનારાઓની સંખ્યા 8,15,334 છે,અને રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 143 છે.