Cricket/ લખનૌમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મિશેલ જોન્સનના હોટલના રૂમમાંથી મળ્યો સાપ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીર

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિશેલ જોન્સનને ભારતમાં અજીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો લિજેન્ડ્સ લીગ ક્રિકેટ લીગ રમવા લખનઉ પહોંચેલા જોન્સનની હોટલના રૂમમાંથી એક સાપ મળી આવ્યો છે

Top Stories Trending Sports
8 30 લખનૌમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર મિશેલ જોન્સનના હોટલના રૂમમાંથી મળ્યો સાપ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીર

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિશેલ જોન્સનને ભારતમાં અજીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. લિજેન્ડ્સ લીગ ક્રિકેટ લીગ રમવા લખનઉ પહોંચેલા જોન્સનની હોટલના રૂમમાંથી એક સાપ મળી આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર સાપની તસવીર શેર કરી છે. જ્હોન્સને સાપની પ્રજાતિ શોધવામાં ચાહકોની મદદ પણ માંગી છે.

જોન્સને તસવીરના કેપ્શનમાં લખ્યું- કોઈને ખબર છે કે આ કેવા પ્રકારનો સાપ છે? તે મારા રૂમના દરવાજા પર લટકતો હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ સાથી ખેલાડી બ્રેટ લી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર વર્નોન ફિલાન્ડરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

આ પોસ્ટ શેર કર્યાના કલાકો પછી, જ્હોન્સને ફરી એકવાર Instagram પર તેના અગાઉના પ્રશ્નના જવાબો શોધી કાઢ્યા. તેણે લખ્યું- આ સાપની વધુ સારી તસવીર મળી. હજુ પણ ખાતરી નથી કે તે ખરેખર કયો સાપ છે. લખનૌ, ભારતમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ રોકાણ.

વર્તમાન લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે. જોન્સન ઈન્ડિયા કેપિટલનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેણે પોતાની પહેલી જ ટૂર્નામેન્ટમાં એક વખત વીરેન્દ્ર સેહવાગને આઉટ કર્યો છે. મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે ત્રણ ઓવર નાંખી અને માત્ર 22 રન આપ્યા. તાજેતરમાં, જ્હોન્સને એશિયા કપમાં સુપર 4 રાઉન્ડમાંથી ટીમ ઈન્ડિયાના બહાર થવા અને T20 વર્લ્ડ કપની તકો વિશે વાત કરી.

જ્હોન્સને કહ્યું હતું – જ્યારે વર્લ્ડ કપની વાત આવે છે, ત્યારે તમે ફક્ત તે ક્ષણનો આનંદ માણો. તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કારણ કે બધી મોટી મેચો છે. IPLને કારણે ભારતીય ખેલાડીઓને મોટી અને વિશાળ ભીડની સામે રમવાની આદત છે. મને લાગે છે કે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું જે પણ પ્રદર્શન છે, તે તેને પાછળ છોડીને આગળ વધશે.