Not Set/ તો શું સંકટમાં છે હાર્દિક પંડ્યાનું ટેસ્ટ કેરિયર? જાણો શું કહે છે આકાશ ચોપરા?

ભારતીય ક્રિકેટ બોર્ડે 18 જૂનથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે 20 સભ્યોની ટીમ જાહેર કરી છે.

Sports
123 168 તો શું સંકટમાં છે હાર્દિક પંડ્યાનું ટેસ્ટ કેરિયર? જાણો શું કહે છે આકાશ ચોપરા?

ભારતીય ક્રિકેટ બોર્ડે 18 જૂનથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે 20 સભ્યોની ટીમ જાહેર કરી છે. આ ટૂર માટે બોર્ડે ફિટનેસ સમસ્યાઓથી પાર થઇ ચુકેલા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, બેટ્સમેન હનુમા વિહારી અને ઝડપી બોલર મોહમ્મદ શમીની ટીમમાં પસંદગી કરી છે.

123 169 તો શું સંકટમાં છે હાર્દિક પંડ્યાનું ટેસ્ટ કેરિયર? જાણો શું કહે છે આકાશ ચોપરા?

ખેલાડીઓની ફાઇટ્સ / તો શું માલદીવમાં નશાની હાલતમાં વોર્નર અને સ્લેટર વચ્ચે થઇ મારામારી? મુદ્દો ગરમાયો તો બન્નેએ તોડી ચુપ્પી

ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યા એવા ખેલાડીઓમાં હતા જેમણે ટીમમાં સ્થાન નથી બનાવ્યું. હાર્દિકની ગેરહાજરીથી ભારતનાં પૂર્વ ઓપનર અને કોમેંટેટર આકાશ ચોપડાને થોડો આશ્ચર્ય થયો છે. તેમણે આગાહી કરી છે કે હવે એવું થઈ શકે છે કે હાર્દિક લાંબા સમય સુધી ટેસ્ટ ટીમમાં ન જોવા મળે. આકાશે તેમની યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘હાર્દિકનું ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચ માટે પસંદગી ન થાય તે ઠીક છે, પરંતુ તે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમમાં સામેલ ન થવાથી અનુમાન લગાવી શકાય છે કે ભવિષ્યમાં, હાર્દિક લાંબા સમય સુધી ક્રિકેટનાં સૌથી મોટા ફોર્મેટમાં ન જોવા મળે.

123 170 તો શું સંકટમાં છે હાર્દિક પંડ્યાનું ટેસ્ટ કેરિયર? જાણો શું કહે છે આકાશ ચોપરા?

સંકટમાં મદદ / ધોનીની કેપ્ટનશીપ હેઠળની CSK ટીમે કોરોના સંકટમાં કરી મોટી મદદ

તેમણે કહ્યું કે, ‘આપણે બધા તે અનુભવ કરી રહ્યા છીએ કે હાર્દિકને ટીમમાં શામેલ કરવો જોઈએ. તે નિશ્ચિત છે કે જો તમે ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અથવા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટ રમો છો, તો તમારે હાર્દિક જેવા બોલરની જરૂર છે. અત્યારે સમસ્યા તેની બોલિંગની છે. આકાશે હાર્દિકનાં તાજેતરનાં નિવેદનને યાદ કર્યું જેમાં તેણે કહ્યું હતું કે તે આ સમયે ટેસ્ટ ક્રિકેટ રમવા માંગતો નથી, કારણ કે તેની પીઠની સ્થિતિ ઘણી નબળી છે અને તે આ સમયે બોલિંગ કરવા માંગતો નથી. આકાશે કહ્યું કે હાર્દિકનું આ નિવેદન પણ તેની ટીમમાં લેવામાં ન આવવાનું એક મોટું કારણ હોઇ શકે છે.

sago str 7 તો શું સંકટમાં છે હાર્દિક પંડ્યાનું ટેસ્ટ કેરિયર? જાણો શું કહે છે આકાશ ચોપરા?