આઈપીએલ 2021 ની કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગઈ છે. ચેન્નાઈમાં 18 મી ફેબ્રુઆરીએ મીની હરાજી યોજાવાની છે અને ખેલાડીઓની અદલા-બદલી થવાની છે. આ પહેલા આઈપીએલ 2020 ને યુએઈમાં ખસેડવામાં આવ્યો હતો અને તેનું ટાઇટલ સ્પોન્સર ડ્રીમ 11 હતું. જોકે, હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે આ વખતે આઇપીએલની હરાજી કોઈ ઓક્શન વિના થવાની છે.

વિશ્વની સૌથી મોટી લોકપ્રિય આઈપીએલને ગત વર્ષે ડ્રીમ 11 દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમનો કરાર 31 ડિસેમ્બરનાં રોજ પૂરો થયો છે. જો કે, બંનેનો કરાર ફરીથી થશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી થયું. ડ્રીમ 11 નો લોગો હવે કોઈપણ આઇપીએલ સાઇટ અથવા પ્રેસ રીલીઝ પર ક્યાંય દેખાશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ નવા ટાઇટલ સ્પોન્સર માટે ટેન્ડર ખોલી શકે છે, કારણ કે જૂના ટાઇટલ સ્પોન્સર વિવો પર ફરી જવુ અશક્ય છે. વળી બીસીસીઆઈ જલ્દીથી નવા સ્પોન્સરની જાહેરાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે, બીસીસીઆઈએ ગયા વર્ષે ગાલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી અથડામણ બાદ ચીની કંપની વિવો સાથે થયેલી 440 કરોડ રૂપિયાની ડીલ તોડી હતી. આ પછી, નવા સ્પોન્સર મંગાવવામાં આવી હતી. તે સમયે, બીસીસીઆઈએ ગત વર્ષે 222 કરોડમાં ડ્રીમ 11 કંપનીને આઈપીએલ 2020 ની સ્પોન્સર આપી હતી. જોકે ડ્રીમ 11 એ બીસીસીઆઈ પાસેથી વધુ હકની માંગ પણ કરી હતી, પરંતુ બોર્ડે એક શ્રેણી માટે કરાર કર્યો હતો.

18 ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં હરાજી યોજાનાર છે અને તે હજી ચર્ચામાં છે. તે પહેલાં, બીસીસીઆઈ વાટાઘાટ કરી શકે છે અને ડ્રીમ 11 ને ફરી એક વાર ટાઇટલ સ્પોન્સર બનાવી શકે છે. બીસીસીઆઈ વિવો સાથે કરાર કરશે નહીં કારણ કે તેનાથી ક્રિકેટ ચાહકોની ભાવનાઓને નુકસાન થશે. આ પછી, એક રસ્તો એ છે કે નવા ટેન્ડરની ઘોષણા કરીને અને વર્ષ 2021 માટે નવા ટાઇટલ સ્પોન્સરની શોધ કરવામાં આવે. એવું માનવામાં આવે છે કે, આ વર્ષનું મિની ઓક્શન કદાચ સ્પોન્સર વિના થશે. હવે જોવાનું એ રહ્યું કે આઈપીએલ 2021 નો નવો સ્પોન્સર કોણ છે.
Health / BCCIનાં પ્રમુખ સૌરવ ગાંગુલી પર કરાઇ બીજી એન્જીયોપ્લાસ્ટી, બે સ્ટેન્ટ મૂકાયા
Cricket / ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી બન્યો ધોનીનો ફેન, કહ્યુ – હુ 5 કે 10 ટકા પણ તેના જેવો હોત તો…
IPL Auction 2021 / લાગશે બોલી-વેચાશે ખેલાડી : 57 ખેલાડીઓ માટે 196.6 કરોડની લાગશે બોલી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
