Gujarat election 2022/ ગુજરાતની ચૂંટણી માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની આટલી કંપનીઓ તૈનાત કરવામાં આવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવવાની 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થવાનું છે

Top Stories Gujarat
11 2 1 ગુજરાતની ચૂંટણી માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની આટલી કંપનીઓ તૈનાત કરવામાં આવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હાલ ઉમેદવારના નામની યાદી જાહેર કરવામાં આ વી રહી છે, લગભગ એકાદ દિવસમાં સંપૂર્ણ જાહેર થઇ જશે, ચૂંટણી પંચના નોટિફેકેશન પ્રમાણે પ્રથમ તબક્કાના ફોર્મ પણ ભરાવવાનું ચાલુ થઇ ગયું છે.આ ચૂંટણી પર ચાંપતો બંદોબસ્ત રાખવા અને કોઇ અકલ્પીય ઘટના ન ઘટે તે માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ 700 કંપનીઓ ઉતારવામાં આવી છે.

ગુજરાતની ચૂંટણી માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની 700 જેટલી કંપનીઓ તૈનાત કરવામાં આવશે. આ કંપનીઓમાં અર્ધલશ્કરી દળના 70,000 જવાનો ગુજરાતની ચૂંટણી માટે તૈનાત કરવામાં આવશે. આ કંપનીઓમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) અને અન્ય CAPFની 150 કંપનીઓ ચૂંટણી પર બાજ નજર રાખશે.CAPFની કુલ 162 કંપનીઓ પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે અને બાકીના દળોને આ મહિનાના ત્રીજા સપ્તાહ સુધીમાં તૈનાત કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવવાની 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે અને પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થવાનું છે, આ વખતે આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં હોવાથી ચૂંટણી રસપ્રદ રહેશે.