સુરેન્દ્રનગર/ લીંબડી શહેરના કેટલાક વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરાયા

સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન COVID-19ના કેસો મળી રહ્યા છે.

Gujarat
Untitled 86 લીંબડી શહેરના કેટલાક વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરાયા

સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન COVID-19ના કેસો મળી રહ્યા છે. તેની અસરોને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ફેલાવો અટકાવવા માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવ્યા..

જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં કોરોના વાયરસ COVID-19ના ૫ પોઝીટીવ કેસ આવતા સદરહુ વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા લીંબડી સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી એચ.એમ.સોલંકીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

આ પણ  વાંચો:Election / રામ મંદિર, કલમ 370 પર અમિત શાહે કર્યા વિપક્ષ પર પ્રહાર, અખિલેશ પર પણ કર્યો કટાક્ષ  

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે COVID-19ના ૫ પોઝીટીવ કેસ જ્યાં મળી આવેલ છે તે લીંબડીમાં આવેલ નગટીપા સોસાયટીના ૫ ઘરોની ૧૪ની વસ્તીના, ઉમિયાપાર્ક સોસાયટીના ૬ ઘરોની ૩૭ની વસ્તીના, ખોડિયારનગરના ૨ ઘરોની ૬ની વસ્તીના, રામકૃષ્ણ નગરના ૫ ઘરોની ૨૨ની વસ્તીના અને ગણેશપાર્કના ૬ ઘરોની ૨૬ની વસ્તીના સમગ્ર વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવે છે તથા આ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિઓના સમૂહનો આ ક્ષેત્રમાં જમાવડો કે ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. કોઈપણ વ્યક્તિએ ભીડ એકઠી કરવાની નહીં કે પોતે ભીડનો ભાગ બનવાનું રહેશે કે તેઓ પોતાના ઘરની બહાર નિકળશે નહીં. આ વિસ્તારમાંથી કોઈપણ પ્રકારનું રોકાણ કર્યા સિવાય સીધે સીધા વાહનો આવશ્યક અને આકસ્મિક પ્રસંગોએ પસાર થઈ શકશે નહીં. આ Micro Containment વિસ્તારની તમામ દુકાનો, કાર્યાલય, ફેક્ટરી, ગોદામ, લારી-ગલ્લા, પથરણા, ફેરિયાઓની તમામ ગતિવિધિઓ તાત્કાલિક અસરથી બંધ કરવાની રહેશે.

આ પણ વાંચો;સુરત /  યુથ નેશન દ્વારા ડ્રગ્સ અવેરનેસને લઈ કરાયું અનોખું આયોજન, સંદેશો આપીને યુવા પેઢીને કરાઈ પ્રોત્સાહિત

આ ઉપરાંત લીંબડીના ઉકત જાહેર કરવામાં આવેલ Containment Area ઉપરાંત લીંબડીમાં નગટીપા સોસાયટીના ૧૯ ઘરોની ૪૫ની વસ્તીના, ઉમિયાપાર્ક સોસાયટીના ૪૫ ઘરોની ૨૦૮ની વસ્તીના, ખોડિયાર નગર ૫ ઘરોની ૨૦ની વસ્તીના, રામકૃષ્ણ નગરના ૧૮ ઘરોની ૧૦૮ની વસ્તીના અને ગણેશપાર્કના ૩૩ ઘરોની ૧૬૮ની વસ્તીના સમગ્ર વિસ્તારને CORE AREA-BUFFER ZONE તરીકે જાહેર કરવામાં આવે છે.આ હુકમની અમલવારી તા.૩૦/૧/૨૦૨૨ સુધી કરવાની રહેશે.