New Delhi News: સોમનાથ મંદિરની (Somnath Temple) આસપાસ કથિત ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરની (Bulldozer) કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કથિત ગેરકાયદે બાંધકામને (Illegal Constructions) તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) તિરસ્કારની અરજી દાખલ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણીમાં ગુજરાત સરકારને (Gujarat Government) નોટિસ પાઠવીને જવાબ માંગ્યો હતો, ત્યારે રાજ્ય સરકારે સોગંદનામામાં બુલડોઝરની કાર્યવાહી વખતે બધા નિયમોનું અને પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ આપી પોતાનો પક્ષ મૂક્યો છે. જેમાં જણાવ્યું છે કે સોમનાથ મંદિર પાસે જે દબાણો દૂર કર્યા છે તે સરકારી જમીન પર આવેલા છે. અરબ સાગરના તટ પર આવેલી જમીન સરકારી છે. બૂલડોઝર એક્શન એ મહેસૂલ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનો જ એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં અરજી એક મુસ્લીમ સંગઠન દ્વારા કરાઈ હતી.
સરકારે મુસ્લિમ સંગઠન પર આરોપ મૂક્યો છે કે તેમણે મામલાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે વાસ્તવિકતા કંઈક ઓર જ છે. સરકારે જણાવ્યું હતું કે દબાણ હટાવવાનાં પ્રથમ ચરણમાં 8 ઓકટોબર 2023 ના પ્રભાસપાટણ ગામમાં 26 દબાણ હટાવાયા હતા. સરકારે જણાવ્યું હતું કે એક દબાણ હિન્દુ સમુદાયનું પણ હતું.
સુપ્રીમ કોર્ટે અરજીને માન્ય રાખી સરકારને કહ્યું હતું કે જો અમારા આદેશની અવગણના કરવામાં આવી છે, તો અમે તેને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપીશું અને જવાબદાર અધિકારીને પણ જેલમાં મોકલીશું. સોલિસિટર જનરલે કહ્યું હતું કે આ સરકારી જમીન છે. આના પર 2023 થી કામ ચાલી રહ્યું હતું. બુલડોઝરની કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર આરોપી હોવાના કારણે કોઈનું ઘર તોડી પાડવું યોગ્ય નથી. સરકારે મંદિરો અને દરગાહ પણ તોડી પાડી હતી.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો દોષી સાબિત થાય તો પણ ઘર તોડી શકાય નહીં. જો કે, મોટાભાગની મકાનો તોડવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તેની હદમાં માત્ર એવા આરોપીઓના મકાનો તોડી પાડે છે જેમણે મકાનો બનાવતી વખતે નિયમોનું પાલન કર્યું નથી. આવી સ્થિતિમાં, સોલિસિટર જનરલે અગાઉ પણ સરકારના બચાવમાં કહ્યું હતું કે સરકારો નિયમો અનુસાર જ કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો:સોમનાથ મંદિરના કર્મચારીઓનો ટ્રસ્ટ સામે વિરોધ
આ પણ વાંચો:ગીર સોમનાથમાં આવેલા સોમનાથ મંદિરના પાછળના ભાગમાં મેગા ડીમોલીસન હાથ ધરાયું,