Girsomnath News/ સોમનાથ મંદિરના કર્મચારીઓનો ટ્રસ્ટ સામે વિરોધ

સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ પડતર માંગ અને સેટલમેન્ટ મુદ્દે ટ્રસ્ટ સામે રીતસરની બાંયો ચઢાવી છે. ભારતીય મજૂર સંઘ સંલગ્ન ટ્રસ્ટના કર્મચારીઓના યુનિયનની બેઠક મળી હતી. તેમા આખો શ્રાવમમાસ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરશે તે પ્રકારનો નિર્ણય લેવાયો છે.

Gujarat Others Breaking News
Beginners guide to 58 સોમનાથ મંદિરના કર્મચારીઓનો ટ્રસ્ટ સામે વિરોધ

GirSomnath: સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ પડતર માંગ અને સેટલમેન્ટ મુદ્દે ટ્રસ્ટ સામે રીતસરની બાંયો ચઢાવી છે. ભારતીય મજૂર સંઘ સંલગ્ન ટ્રસ્ટના કર્મચારીઓના યુનિયનની બેઠક મળી હતી. તેમા આખો શ્રાવમમાસ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરશે તે પ્રકારનો નિર્ણય લેવાયો છે. કર્મચારીઓની ન્યાયિક માંગના મુદ્દે સોમનાથ વિસ્તારના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ હીરા જોટવા અને વિધાનસભ્ય વિમલ ચુડાસમા પણ સમર્થનમાં ઉતર્યા છે.

સોમનાથ ખાતે યોજાયેલી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ભારતીય મજૂર સંઘના સંલગ્ન કર્મચારીઓ યુનિયનની જાહેર બેઠકમાં ભારતીય મજૂર સંઘના પ્રદેશ મંત્રી નાના ગિરધર પાટીલ, જિલ્લા મહામંત્રી પ્રતાપ કટારિયા, સોમનાથ ટ્રસ્ટ યુનિયનના પ્રમુખ જગદીશ પાઠક, ઉપપ્રમુખ માનસિંગ ડોડિયા, સોમનાથના વિધાનસભ્ય વિમલ ચુડાસમા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓના મનસ્વી વલણની નિંદા કરાઈ હતી.

આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ કર્મચારી યુનિયનના પ્રમુખ જગદીશ પાઠક અને ઉપપ્રમુખ માનસિંગ ડોડીયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટ્રસ્ટના કર્મચારીઓનું સેટલમેન્ટ છેલ્લા લાંબા સમયથી પડતર છે. અગાઉ કોરોના કાળ સમયે ટ્રસ્ટની વિનંતીના પગલે કર્મચારીઓ બેઠુ સેટલમેન્ટ ગ્રાહ્ય રાખી સહકાર આપ્યો હતો. તેના પછી ટ્રસ્ટે કર્મચારીઓ સાથે મનસ્વી વર્તન કરતા સેટલમેન્ટ સહિત કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કોઈ જવાબ આપ્યો નથી. ટ્રસ્ટને યુનિયન તરફથી પંદરવાર પત્રો લખવા છતાં કોઈ હકારાત્મક વલણ દાખવવામાં આવતી નથી.

ભારતીય મજદૂર સંઘના પ્રદેશમંત્રી નાનાગીરધર પાટીલે સોમનાથ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કર્મચારીઓની ન્યાયિક માંગણીઓ પ્રત્યે સેક્રેટરીના જક્કી અને અડીયલ વલણના કારણે સમસ્યા ઉભી થઇ છે. જો વહેલીતકે કર્મચારીઓના પ્રશ્નનો સુખદ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ફરજ પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ, તંત્ર એલર્ટ

આ પણ વાંચો:વલસાડમાં પૂરની સ્થિતિ, 1000 લોકોનું સ્થળાંતરણ…શૈક્ષણિક સંસ્થાઓ રહેશે બંધ

આ પણ વાંચો:શિવાલયો મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠશે, ભક્તોમાં દર્શન કરવા જોવા મળી તાલાવેલી

આ પણ વાંચો:પેરિસમાં પેરાલિમ્પિક્સમાં ભાગ લેશે ગુજરાતના આ ખેલાડીઓ