Bollywood/ પ્રિયંકા ચોપરાના ઘરે દીકરો આવ્યો કે દીકરી! સામે આવી રહ્યા છે આ સમાચાર

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પોતે પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર માતા-પિતા બનવાની ખુશી વ્યક્ત કરી છે.

Entertainment
પ્રિયંકા

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ માતા-પિતા બની ગયા છે. શુક્રવારે દંપતીએ જાહેરાત કરી હતી કે સરોગસી દ્વારા તેમના ઘરે બાળકનો જન્મ થયો છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પોતે પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર માતા-પિતા બનવાની ખુશી વ્યક્ત કરી છે. દંપતીએ તેમના બાળકનું લિંગ જાહેર કરવાનું ટાળ્યું છે પરંતુ તાજેતરના અહેવાલ સૂચવે છે કે પ્રિયંકા અને નિકને પુત્રીનો જન્મ થયો છે.

આ પણ વાંચો :લોકો મારા માટે રસપ્રદ અને પડકારરૂપ ભૂમિકાઓ લખી રહ્યા છે!: શેફાલી શાહ

પ્રિયંકાની પુત્રીનો જન્મ 12 અઠવાડિયા પહેલા લોસ એન્જલસની બાહર સધર્ન કેલિફોર્નિયાની એક હોસ્પિટલમાં થયો હતો, એમ એક સૂત્રએ DailyMail.comને જણાવ્યું હતું. નિક-પ્રિયંકાની દીકરી જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી ઘરે લાવી શકાશે નહીં. આ દંપતી એપ્રિલથી તેમના બાળકની આશા રાખતા હતા. પ્રિયંકાએ પણ માતૃત્વ સ્વીકારવા માટે પોતાનો પ્રોજેક્ટ વહેલો પૂરો કરી લીધો હતો.

Instagram will load in the frontend.

સોશિયલ મીડિયા પર નવા મહેમાનના આગમન વિશે માહિતી આપતા અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ કહ્યું,”સેરોગસી દ્વારા અમારા બાળકનો જન્મ થયો છે અને આ વાત જણાવતાં અમને અત્યંત આનંદ થાય છે. અમે અમારા પરિવાર પર ધ્યાન કેંદ્રિત કરી રહ્યા છીએ ત્યારે વિનંતી કરીએ છીએ કે અમારી પ્રાઈવસીનું માન જાળવજો. ખૂબ ખૂબ આભાર.” પ્રિયંકા અને નિકે ગુડ ન્યૂઝ આપી દીધા છે ત્યારે હવે ફેન્સ તેમના બાળકની પહેલી ઝલક જોવા માટે ઉત્સુક બન્યા છે.

આ પણ વાંચો :સૈફના દીકરા ઈબ્રાહિમ સાથે પલક તિવારીની ડિનર ડેટ, કેમેરા સામે આવતા અભિનેત્રીએ કર્યું આવું…

તાજેતરમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના છૂટાછેડાની અફવાઓને હવા મળી હતી. જ્યારે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી નામની આગળ ‘ચોપરા જોનાસ’ હટાવી દીધું હતું. આ અટકળો પર પ્રતિક્રિયા આપતા પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘મને ખબર નથી! હું ઈચ્છું છું કે વપરાશકર્તા નામ મારા ટ્વિટર સાથે મેળ ખાય. મને તે ખરેખર મનોરંજક લાગે છે કે લોકો માટે બધું આટલું મોટું છે! આ સોશિયલ મીડિયા છે, લોકો. જરા શાંત થાઓ!’

આપને જણાવી દઈએ કે, પ્રિયંકા અને નિકના લગ્ન ડિસેમ્બર 2018માં જોધપુરના ઉમેદ પેલેસમાં થયા હતા. આ દંપતીએ હિંદુ અને ક્રિશ્ચિયન રિવાજો અનુસાર બે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો :આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘એન એક્શન હીરો’નું શૂટિંગ લંડનમાં થયુ શરૂ..

આ પણ વાંચો :અભિનેત્રી પ્રિયંકા ચોપરા માતા બની, પોસ્ટની શેર કરી વ્યક્ત કરી ખુશી

આ પણ વાંચો :સુશાંત સિંહ રાજપૂતના જન્મદિવસ પર બહેન શ્વેતાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ……