resigned/ સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું? અશોક ગેહલોતને મળી શકે છે કોંગ્રેસની જવાબદારી

2019માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારતા પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સોનિયા ગાંધીને ફરીથી વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

Top Stories India
2 8 સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું? અશોક ગેહલોતને મળી શકે છે કોંગ્રેસની જવાબદારી

કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોને ટાંકીને આ માહિતી સામે આવી છે. સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. ઉલ્લેખનીય છે  કે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે.

2019માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારતા પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સોનિયા ગાંધીને ફરીથી વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ પછી કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની માંગ ઉઠી હતી, પરંતુ રાહુલે જવાબદારી લેવાનો ઈનકાર કરી દીધો હતો. છેલ્લા 3 વર્ષથી કોંગ્રેસના નેતાઓ સતત પૂર્ણ પ્રમુખની માંગણી કરી રહ્યા છે. સોનિયા ગાંધીની તબિયત સારી નથી. રાહુલ બાદ આ જવાબદારી પ્રિયંકા ગાંધીને આપવાનું કહેવાયું હતું. પરંતુ આ બધું હોવા છતાં કોંગ્રેસ હજુ સુધી પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકી નથી.

આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસે કહ્યું હતું કે તે ઓગસ્ટમાં તેના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસ રાજસ્થાનમાં મોટો ફેરબદલ કરી શકે છે. અશોક ગેહલોતના સ્થાને સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ગેહલોતને દિલ્હી બોલાવી શકાય છે. નોંધનીય છે કે રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. હાલમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને તેની સામે સત્તા બચાવવાનો મોટો પડકાર છે.