Not Set/ સોરાબુદ્દીન કેસ : બોમ્બે હાઇકોર્ટે સાક્ષીની અપીલ ફગાવી, 22 નિર્દોષ અકબંધ

બહુચર્ચીત અને મોટા માથાની સંડોવણીનાં જે કેસમાં આક્ષેપો થયા હતા તે સોરાબુદ્દીન કેસમાં બોમ્બે હાઇકોર્ટે દ્વારા સાક્ષીની અપીલ ફગાવી દાવામાં આવી છે. સાક્ષી દ્વારા 22 આરોપીઓને નિર્દોષ છોડવાનાં સેશન્સ કોર્ટનાં આદેશ સામે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરવામા આવી હતી. તે અપીલ બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી છે. બોમ્બે હાઇકોર્ટ દ્વારા આ અપીલ ફગાવી નીચલી કોર્ટનો ચૂકાદો માન્ય […]

Top Stories Gujarat

બહુચર્ચીત અને મોટા માથાની સંડોવણીનાં જે કેસમાં આક્ષેપો થયા હતા તે સોરાબુદ્દીન કેસમાં બોમ્બે હાઇકોર્ટે દ્વારા સાક્ષીની અપીલ ફગાવી દાવામાં આવી છે. સાક્ષી દ્વારા 22 આરોપીઓને નિર્દોષ છોડવાનાં સેશન્સ કોર્ટનાં આદેશ સામે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરવામા આવી હતી. તે અપીલ બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી છે. બોમ્બે હાઇકોર્ટ દ્વારા આ અપીલ ફગાવી નીચલી કોર્ટનો ચૂકાદો માન્ય રાખવામા આવતા, તમામ આરોપીઓને નિર્દોષ જ ગણવામાં આવશે. 

આપને જણાવી દઇએ કે સોરાબુદ્દીન શેખ એનકાઉન્ટર કેસમાં જે તે સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસ સહિત અનેક પોલીટીકલ જાયન્ટસનાં નામો પણ એનકાઉન્ટર ફેંક કરવામા આવ્યું હોવાનુું કહી આરોપી તરીકે લેવામાં આવ્યા હતા. અને લાંબી તપાસ અને સીટ દ્વારા તલ સ્પર્શી ઇન્વેસ્ટીગેશન કોર્ટ સામે રાખવામા આવ્યા બાદ સેસન્સ કોર્ટ દ્વારા 22 આરોપીને આ મામલે નિર્દોષ જાહેર કરવામા આવ્યા હતા. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.