Not Set/ #SouravGanguly/ દેશનાં સૌથી સફળ કેપ્ટન આજે મનાવી રહ્યા છે તેમનો 48 મો જન્મ દિવસ

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને હાલમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી આજે પોતાનો 48 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દેશનાં સૌથી સફળ કેપ્ટનમાં એક ગાંગુલીનો જન્મદિવસ ચાહકો ખૂબ ધામદૂમથી ઉજવે છે, પરંતુ આ વખતે કોવિડ-19 રોગચાળાને કારણે તેઓ આ પ્રસંગે માસ્ક વહેંચીને તેમને જ્ન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. કોરોના વાયરસને પહોંચી વળવા માટે લાગુ કરવામાં […]

Uncategorized
064f29577aa7d53258c58590d67bbe49 #SouravGanguly/ દેશનાં સૌથી સફળ કેપ્ટન આજે મનાવી રહ્યા છે તેમનો 48 મો જન્મ દિવસ

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને હાલમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી આજે પોતાનો 48 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દેશનાં સૌથી સફળ કેપ્ટનમાં એક ગાંગુલીનો જન્મદિવસ ચાહકો ખૂબ ધામદૂમથી ઉજવે છે, પરંતુ આ વખતે કોવિડ-19 રોગચાળાને કારણે તેઓ આ પ્રસંગે માસ્ક વહેંચીને તેમને જ્ન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

કોરોના વાયરસને પહોંચી વળવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉનનાં પ્રતિબંધોનાં કારણે પ્રશંસકોએ બુધવારે ગાંગુલીનાં બેહાલા સ્થિત ઘરનાં બહાર એકઠા થવાની જગ્યાએ તેમનો ફોટોવાળા માસ્કનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. ફેસબુક પર મહારાજા દરબારનાં નામે ગાંગુલીનાં ચાહકોનું ફેસબુક પેજ ચલાવનારા માનસ ચેટર્જીએ પીટીઆઈને કહ્યું, ‘આ વખતે તે હજી વધુ ખાસ છે કારણ કે બીસીસીઆઈ અધ્યક્ષ તરીકેનો તેમનો આ પહેલો જન્મદિવસ છે, પરંતુ તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે કેક કાપીને ઉજવણી કરી શકીશુ નહીં. તેથી અમે માસ્ક વિતરણ કરવાનું નક્કી કર્યું છે.