પ્રખ્યાત તેલુગુ અભિનેતા ચિરંજીવીનો કોરોના અહેવાલ ગુરુવારે નેગેટિવ આવ્યો છે. હકીકતમાં ગયા અઠવાડિયે ચિરંજીવીએ કોરોના હોવાની પુષ્ટિ કરી હતી. આ વાત તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. તે જ સમયે, ચિરંજીવીએ ટ્વીટ કર્યું હતું કે ગુરુવારે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો કારણ કે અગાઉનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ સાથે અભિનેતાએ તેની કોરોના ટેસ્ટનો નેગેટીવ રીપોર્ટ પણ શેર કર્યો.
A group of doctors did three different tests and concluded that I am Covid negative & that the earlier result was due to a faulty RT PCR kit. My heartfelt thanks for the concern, love shown by all of you during this time. Humbled ! 🙏❤️ pic.twitter.com/v8dwFvzznw
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 12, 2020
ચિરંજીવીએ લખ્યું, “ડોકટરોના એક જૂથે ત્રણ જુદા જુદા પરીક્ષણો કર્યા અને તારણ કાઢ્યું કે હું કોરોના નેગેટિવ હતો. અને અગાઉનું પરિણામ આરટી પીસીઆર કીટને કારણે આવ્યું હતું.” આ સાથે અભિનેતાએ આગળ લખ્યું કે, ‘આ સમય દરમિયાન તમે બધાએ બતાવેલી ચિંતા અને પ્રેમ બદલ હાર્દિક આભાર. નમ્ર ‘
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020
9 નવેમ્બરના રોજ, મેગાસ્ટાર ચિરંજીવીએ ટ્વિટ કર્યું હતું કે તેને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને તેણે હોમ અઈશોલેટ છે. ચિરંજીવીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “મને કોઈ કોરોના લક્ષણો નથી.” હવે હું હોમ અઈશોલેટમાં છું. છેલ્લા 4-5 દિવસમાં જે પણ મારી સાથે સંપર્કમાં આવ્યા છે તે દરેકને તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ.
