કૃષિ આંદોલન/ મને અને જયંત ચૌધરીને ખબર છે કે લાકડીઓ ક્યારે અને ક્યાં ચલાવવી : અખિલેશ યાદવ

ખેડુતોએ કહ્યું હતું – નેતાઓને સ્ટેજનો ઉપયોગ નહિ જ કરવા દઈએ, પરંતુ મહાપંચાયતમાં અખિલેશ-જયંત ચૌધરી  મંચ ઉપર પહોચ્યા હતા. 

India

ખેડુતોએ કહ્યું હતું – નેતાઓને સ્ટેજનો ઉપયોગ નહિ જ કરવા દઈએ, પરંતુ મહાપંચાયતમાં અખિલેશ-જયંત ચૌધરી  મંચ ઉપર પહોચ્યા હતા. 

કૃષિ કાયદાને છેલ્લા ચાર મહિના કરતા વધુ સમયથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. આંદોલન પર અડગ રહેતા ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ તેમના આંદોલનને રાજકીય નેતાઓનો શિકાર નહિ બનવા દે. તેઓ જાતે રાજકારણ કરશે નહીં અને કોઈ રાજકારણીને ખેડૂત મંચનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. પરંતુ શુક્રવારે, યુપીના મથુરામાં મહાપંચાયત દરમિયાન બે મોટા નેતાઓ સ્ટેજ પર દેખાયા હતા.  જેમાં ભૂતપૂર્વ સીએમ અને સપા પ્રમુખ અખિલેશ યાદવ અને આરએલડી ઉપ-પ્રમુખ જયંત ચૌધરીનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન આ નેતાઓ કે અન્ય લોકોએ માસ્ક પહેર્યા ન હતા અને ત્યાં સામાજિક અંતર પણ નહોતું.

યાદવે બજાના મોરકી ઈન્ટર કોલેજના ગ્રાઉન્ડમાં આ કિસાન મહાપંચાયતમાં કહ્યું હતું કે, “ખેડૂત આંદોલનથી કોઈ ગભરાય કે નહિ પરંતુ ભાજપ ચોક્કસપણે ગભરાય છે. તમે જે રીતે યુદ્ધ લડી રહ્યા છો તે ભાજપને ખબર પડી ગઈ છે કે હવે ખેડૂત અડગ છે. અને જ્યાં સુધી કાળા કાયદા પાછા નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. ” મહાપંચાયતમાં તેમને લાકડી પણ ભેટ કરવામાં આવી હતી. આ અંગે અખિલેશે કહ્યું- અમને અને જયંત (ચૌધરી) ને ખબર છે કે લાકડીઓ ક્યારે અને ક્યાં ચલાવવી.

જો કે આ મહાપંચાયત એસપી અને આરએલડી દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવી હતી. યાદવ આરએલડી વાઇસ પ્રેસિડેન્ટ અને મથુરાના પૂર્વ સાંસદ જયંત ચૌધરી સાથે સ્ટેજ પર હાજર હતા. કિસાન મહાપંચાયતના મંચ પરથી બંને નેતાઓએ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, “ભાજપ સરકારે ડિમોનેટાઇઝ કર્યું હતું, તેમાંથી કાળું નાણું પાછું આવ્યું?” તેવી જ રીતે ફોર્સિડ જીએસટી એક્ટ લાગુ કરાયો હતો. તે કયા ધંધામાં વૃદ્ધિ પામ્યો? “