Shocking/ લો બોલો!! મોબાઇલ પર Game રમવા બાળકોએ ચલાવી લૂંટ

બાળકોમાં ઓનલાઈન ગેમ્સનું વ્યસન ક્યારેક એવું લાગે છે કે તેઓ ખોટા માર્ગ પર ચાલી જાય છે. આવું જ કંઈક ઈન્દોરમાં બન્યું હતુ. અહીં PUBG ની આદતને બે સગીરોને લૂંટારા બનાવી દીધા છે.

India
ગેમ રમવા મચાવી લૂંટ

બાળકોમાં ઓનલાઈન ગેમ્સનું વ્યસન ક્યારેક એવું લાગે છે કે તેઓ ખોટા માર્ગ પર ચાલી જાય છે. આવું જ કંઈક ઈન્દોરમાં બન્યું હતુ. અહીં PUBG ની આદતને બે સગીરોને લૂંટારા બનાવી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બંનેએ અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ ઘટનાઓને અંજામ આપ્યો છે.

આ પણ વાંચો – OMG! / 9 માળની બિલ્ડિંગથી નીચે પડ્યો આ શખ્સ, પછી ઉભો થઇને બોલ્યો ‘શું થયુ’

જો કે હવે પોલીસે આ કેસમાં બંને આરોપીઓને પકડી લીધા છે. પોલીસનું કહેવું છે કે બે સગીરોમાંથી એક 16 વર્ષનો અને અન્ય 17 વર્ષનો છે. પોલીસે કરેલી પૂછપરછમાં બંને આરોપીઓએ જણાવ્યું છે કે, ‘તેઓએ ગ્રુપમાં PUBG રમવાનાં હતું. આ માટે એક મોંઘા મોબાઈલ ફોનની જરૂર હતી. આ ખરીદવા માટે બંનેએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. વળી, તેણે આગળ કહ્યું કે, ‘તેણે લૂંટેલા પૈસાથી મોંઘા મોબાઈલ ફોન તેમજ બ્રાન્ડેડ શૂઝ અને કપડાં ખરીદ્યા હતા.’ પોલીસની પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કહ્યું કે, ‘તેઓ મહિલાઓ અને છોકરીઓને નિશાન બનાવતા હતા. કારણ કે તેમાં ફસાઈ જવાની શક્યતા ઓછી હતી. પોલીસને તેની જાણ થતાં જ સમગ્ર મામલો સામે આવ્યો અને પોલીસે બંનેને પકડી લીધા.

આ પણ વાંચો – Interesting / આ દેશમાં Underwear ની થઇ ભારે અછત, લોકો 3થી 4 ગણો ભાવ આપી કરી રહ્યા છે ખરીદી

ઈન્દોર પોલીસે બંનેને બાણગંગા વિસ્તારમાંથી પકડ્યા હતા. જોકે આ પહેલો કિસ્સો નથી, પરંતુ અગાઉ આવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશનાં છતરપુરમાં એક બાળકે ઓનલાઈન ગેમ્સનાં મામલે પોતાનો જીવ આપ્યો હતો. જણાવી દઇએ કે, તે 13 વર્ષનાં છોકરાએ ફ્રી ફાયર નામની રમતમાં પૈસા ગુમાવ્યા હતા, જેના પર તેણે પોતાની માતાની મારથી બચવા માટે પોતાને ફાંસી લગાવી હતી.