રાજકોટ/ પ્રદ્યુમન પાર્કમાં પ્રાણી-પક્ષીઓને કાતીલ ઠંડીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરાઇ

સિંહ, વાઘ, દિપડા, રિંછના પાંજરા,કંતાન, પ્લાય, પુઠાથી બંધ કરાયા,ચિતલ, સાબર, કાળીયાર, હોગડીયરના પાંજરાઓમાં સુકાઘાસની પથારી કરાઇ

Gujarat Rajkot
Untitled 44 2 પ્રદ્યુમન પાર્કમાં પ્રાણી-પક્ષીઓને કાતીલ ઠંડીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરાઇ

રાજ્યમાં  હાલ શિયાળા ની ઋતુ જોવા મળી  રહી છે. તેમાં  પણ છેલ્લા 2 દિવસ થી તો ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે ત્યારે   રાજકોટમાં આવેલુંપ્રદ્યુમન પાર્ક ઝૂ જેમાં  ઘણા પ્રજતિઓ  વસવાટ કરે છે ત્યારે  તેઓને પણ  ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે મામ પ્રાણી-પક્ષીઓ ને ઠંડીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં જુદી જુદી 57 પ્રજાતિઓનાં કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ વસવાટ કરે છે. પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે.

Untitled 44 3 પ્રદ્યુમન પાર્કમાં પ્રાણી-પક્ષીઓને કાતીલ ઠંડીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરાઇ

આ  પણ વાંચો ;Bollywood / કેટરીના કૈફે તેના સાસરિયાંના ઘરે શીરો બનાવી પહેલી રસોઈની ઝલક બતાવી …..

જેમાં સિંહ, વાઘ, દિપડા, રીંછ વિગેરે મોટા પ્રાણીઓના નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યા છે.સરિસૃપ કુળના પ્રાણીઓ સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવેલ છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાની બહારના ભાગે વિંટાઇ જાય છે. જ્યારે માર્શ મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય રાત્રી દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે.

જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાંથરવામાં આવેલ છે. આ ઉપરાંત પક્ષીઓના પાંજરામાં રાત્રી દરમિયાન બેસવા માટે ખાસ પ્રકારના લાકડાના બોક્ષ તથા માટલા ગોઠવવામાં આવ્યા છે. જેની અંદર લાકડાનો છોલ્લ તથા સૂકુ જીણું ઘાસ પાથરવામાં આવે છે. જેનો પક્ષીઓ બ્રીડીંગમાં પણ ઉપયોગ કરે છે.

આ પણ વાંચો ;Viral Video / OMG-2 થી અક્ષય કુમારનો First Look થયો વાયરલ, જુઓ Video