Technology/ ગૂગલ મેપમાં ઉમેરાશે આ ખાસ સુવિધા, રસ્તામાં આવતા ટોલના ચાર્જ વિશે જણાવશે

ગૂગલ તેની પ્રોડક્ટ ગૂગલ મેપમાં એક વિશેષ સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે. જેની મદદથી યુઝર્સને મુસાફરી દરમિયાન ટોલના ભાવ વિશે જાણ કરવામાં આવશે. આ સુવિધા હાલમાં પરીક્ષણના તબક્કામાં છે.

Tech & Auto
ગૂગલ મેપ

ગૂગલ મેપ્સનો ઉપયોગ 57% એપ યુઝર્સ કરે છે. ગૂગલ મેપ એક નેવિગેશન સિસ્ટમ છે જે એક જગ્યાએથી બીજા સ્થળે જવા માટેનો ચોક્કસ માર્ગ બતાવે છે, સાથે સાથે ટ્રાફિક, લોકેશન ટાઇમિંગ, શોર્ટકટ રૂટ, સૌથી ઝડપી રસ્તો અને એક જ જગ્યાએ જવા માટેના વિવિધ માર્ગો વિશે જણાવે છે.

ટેક જાયન્ટ ગૂગલ તેની પ્રોડક્ટ ગૂગલ મેપ પર ખૂબ જ ખાસ અને ઉપયોગી ફીચર લાવવા જઇ રહ્યું છે. આ સુવિધાની મદદથી પ્રવાસ પર જતા લોકો અગાઉથી જાણી શકશે કે તેઓ રસ્તામાં કેટલા ટોલ બુથ આવે છે અને ત્યાં કેટલો ચાર્જ વસુલવામાં આવશે. તમે સહેલાઇથી નક્કી કરશે કે કયા રસ્તે જવું અને કયે રસ્તે નાં જવું. હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

 

ઘણો સમય બચાવશે

મીડિયા રિપોર્ટ અનુસાર, કંપની ગૂગલ મેપ્સમાં આવી સુવિધા લાવી રહી છે, જે મુસાફરી દરમિયાન રસ્તામાં પડતા દરેક ટોલના ચાર્જ વિશે માહિતી આપશે. આ સાથે, વપરાશકર્તાઓનો સમય પણ બચશે. આ સુવિધા હાલમાં પરીક્ષણના તબક્કામાં છે.

યાદી બહાર પાડવામાં આવશે

જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે, તો ગૂગલ મેપની આ સુવિધાનો ઉપયોગ કરતી વખતે, વપરાશકર્તાઓ રસ્તામાં પડતા તમામ ટોલના સ્થાન તેમજ તેમના ચાર્જ વિશે જાણશે. આ સિવાય ગૂગલ દ્વારા પણ આ યાદી બહાર પાડવામાં આવશે.

launch / MG મોટર્સ વર્ષના અંત સુધીમાં રૂ. 2,500 કરોડનું રોકાણ કરશે,  હાલોલ પ્લાન્ટમાં ઉત્પાદન વધશે

મોંઘા પેટ્રોલથી છુટકારો મેળવો / મારુતિ સુઝુકી ડિઝાયર અને ટાટા એસ માટે શરૂ થઇ ઇલેક્ટ્રિક કીટ

Technology / આધાર કાર્ડનો ફોટો જૂનો છે, તો આ સરળ સ્ટેપ્સ સાથે તમારો મનપસંદ ફોટો લગાવો

Technology / ટેસ્લાનો આ  રોબોટ ઘરે નોકરની જેમ કામ કરશે, આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે

Technology / ડોમેસ્ટિક કંપની લૂમે ડ્યુઅલ ચાર્જિંગ સોલર પેનલ રજૂ કરી, બંને બાજુથી વીજળી ઉત્પન્ન થશે