Not Set/ ઉનાળુ વેકેશમાં દોડાવવામાં આવશે આ ખાસ ટ્રેન

પશ્ચિમ રેલ્વે તરફથી  ઉનાળુ વેકેશન દરમિયાન  186 જેટલી વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ હતી.. જેમાં નવી દિલ્લી,  ઇન્દૌર, ગાંધીધામ, પટના, મેંગ્લૌર માટે ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી. હવે બીજી નવી 8 ટ્રેનની 158 સેવાઓને મુંબઇથી જયપુર, અજમેર, જમ્મુતાવી અને ગોરખપુર ઉપરાંત અમદાવાદથી પટના, ગાંધીધામથી અમૃતસર અને ઉધનાથી આગરા વચ્ચે  ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. આ […]

India
train ઉનાળુ વેકેશમાં દોડાવવામાં આવશે આ ખાસ ટ્રેન

પશ્ચિમ રેલ્વે તરફથી  ઉનાળુ વેકેશન દરમિયાન  186 જેટલી વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ હતી.. જેમાં નવી દિલ્લી,  ઇન્દૌર, ગાંધીધામ, પટના, મેંગ્લૌર માટે ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી. હવે બીજી નવી 8 ટ્રેનની 158 સેવાઓને મુંબઇથી જયપુર, અજમેર, જમ્મુતાવી અને ગોરખપુર ઉપરાંત અમદાવાદથી પટના, ગાંધીધામથી અમૃતસર અને ઉધનાથી આગરા વચ્ચે  ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. આ ટ્રેન માટેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી  રવિન્દ્ર પ્રભાકરે જણાવ્યું હતું કે  પશ્ચિમ રેલ્વે અત્યાર સુધીમાં  10 ગ્રીષ્મકાલિન વિશેષ ટ્રેન ની 344 સેવાઓની જાહેરાત કરી ચૂક્યું છે. આ બધી જ ટ્રેન વિશેષ ભાડા સાથે ચાલશે.

ટ્રેન સં 09724 બાંદ્રા ટર્મિનસ-જયપુર સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન બાંદ્રાથી દરેક ગુરૂવારે સવારે  6.15 વાગ્યે રવાના ખશે જે બીજે દિવસે સવારે 3.10 વાગ્યે જયપુર પહોંચશે. આ ટ્રેન  4 એપ્રિલથી 27 જૂન સુધી ચાલશે.

પરત આવવા માટે જયપુરથી  ટ્રેન સં 09723 જયપુર બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ટ્રેન જયપુરથી દરેક બુધવારે  સવારે 8.10 વાગ્યે રવાના થશે અને ગુરૂવારે 4.45 વાગ્યે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન 3 એપ્રિલથી  26 જૂન સુધી ચાલશે. અને તે બોરીવલી, સૂરત. વડોદરા, રતલામ, નીમચ, ચિતૌડગઢ, ભીલવાડા, અજમેર, કિશનગઢ અને કનકપુરા સ્ટેશન પર ઉભી રહેશે.