Not Set/ 15 વર્ષના ભારતીય બોલરનો એક અનોખો રેકોર્ડ, જે દુનિયાભરના દિગ્ગજો ન કરી શક્યા.

ક્રિકેટને હંમેશા અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે. ક્રિકેટના પાસાઓમાં દરેક બોલ કે મેચમાં અનેક રેકોર્ડ બનતા હોય છે અને તૂટતા હોય છે. ભારતના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અને દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેએ ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગ્સમા તમામ ૧૦ વિકેટ ઝડપી હતી પરંતુ ટી-૨૦ મેચમાં ૧૦ વિકેટ ઝડપી એક માઈલસ્ટોન બનાવવો એ મોટી વાત છે. હકીકતમા રાજસ્થાનના […]

Sports
c7aea 1510138995 800 1510209085 15 વર્ષના ભારતીય બોલરનો એક અનોખો રેકોર્ડ, જે દુનિયાભરના દિગ્ગજો ન કરી શક્યા.

ક્રિકેટને હંમેશા અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે. ક્રિકેટના પાસાઓમાં દરેક બોલ કે મેચમાં અનેક રેકોર્ડ બનતા હોય છે અને તૂટતા હોય છે. ભારતના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અને દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેએ ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગ્સમા તમામ ૧૦ વિકેટ ઝડપી હતી પરંતુ ટી-૨૦ મેચમાં ૧૦ વિકેટ ઝડપી એક માઈલસ્ટોન બનાવવો એ મોટી વાત છે.

હકીકતમા રાજસ્થાનના ૧૫ વર્ષીય છોકરાએ સ્થાનિક ટી-૨૦ મેચમાં ૧૦ વિકેટ ઝડપી અનોખો રેકોર્ડ બનાવ્યો છે. જે દુનિયાભરના દિગ્ગજ બોલરો પણ કરી શક્યા નથી. આકાશ ચૌધરી નામના છોકરાએ ટી-૨૦ મેચમાં ૪ ઓવરમાં એક પણ રન આપ્યા વગર ૧૦ વિકેટ ઝડપી અસંભવને સંભવિત કરી બતાવ્યું છે.

આસ્થાનિક ટી-૨૦ મેચ પર્લ ક્રિકેટ એકેડેમી અને દિશા એકેડમી વચ્ચે રમાઈ હતી. પર્લ એકેડેમીએ ટૉસ જીત્યા બાદ ફિલ્ડ કરવાનો નિર્ણય કર્યો અને દિશા ક્રિકેટ એકેડમીને 20 ઓવરમાં 156 રન ફટકાર્યા હતા. જવાબમાં, આકાશ ચૌધરીની શ્રેષ્ઠ બોલિંગ સામે પર્લ એકેડેમીની સમગ્ર ટીમ 36 ના સ્કોર પર આઉટ થઇ ગઇ હતી.