સાઉદ આફ્રિકાએ શરૂઆત બહુ ખરાબ કરી હતી. ભુવનેશ્વર કુમારે પહેલી ઓવરની ત્રીજા બોલે ડીન અંગ્લર ખાતું ખોલ્યા વગર જ કેચ પકડાવી દીધો.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કૈપટાઉનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય પેસ બેટરીનો પરચમ જોવા મળ્યો હતો. ભારત ૧૧૪ રન માં 7 વિકેટ છે હવે જોવાનું રહ્યું કે ૨૦૮ના લક્ષ્ય સુંધી પહોંચે છે કે નહિ.
પ્રથમ ઇનિંગ્સમાં ૭૭ રનની મહત્વપૂર્ણ લીડ મેળવી ચુકેલી દક્ષિણ આફ્રિકન ટીમે ભારતીય ઝડપી બોલરો સામે શરણાગતિ સ્વીકારી હતી અને બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૩૦ રનમાં સમેટાઈ ગઈ ગઈ હતી. આ સાથે ભારતને ૨૦૮ રનનો ટાર્ગેટ મળ્યો છે.
