Not Set/ કેપટાઉન: ટીમ ઈન્ડિયાને મળી ચેતવણી ફક્ત 2 જ મિનીટ નાહવા મળશે, જાણો કેમ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે આ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ભારત આ ટેસ્ટ મેચમાં વિજય સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસની શરુઆત કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. પણ આફિકા પ્રવાસે ગઈ ટીમને મેચ પહેલા જ ચેતવણી આપવામાં આવી છે. ટીમ હાલ જોરદાર મહેનત કરી છે પણ તેમને […]

Sports

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના કેપટાઉન ખાતે આ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ભારત આ ટેસ્ટ મેચમાં વિજય સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસની શરુઆત કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. પણ આફિકા પ્રવાસે ગઈ ટીમને મેચ પહેલા જ ચેતવણી આપવામાં આવી છે.

ટીમ હાલ જોરદાર મહેનત કરી છે પણ તેમને ન્હાવા માટે ફક્ત 2 જ મિનીટ આપવામાં આવ્યાં છે. કારણ કે, કેપટાઉનમાં દુકાળ પડી રહ્યો છે. સીટી કાઉન્સીલે પાણીની બચત માટે એક વ્યક્તિ દીઠ ૮૭ લીટર પાણી આપવાની જોગવાઈ કરી છે. ત્યાં આગળ હાલ પાણી બચાવવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવમાં આવી રહ્યું છે. ક્રિકેટર જ્યાં હોટલ પહોંચતા જ તેમણે સૂચના આપવામાં આવી રહી છે. શક્ય તેટલું પાલન કરવાની કોશિશ કરી રહ્યાં છે પણ તેમણે ન્હાવાનું પતાવી દેવાનુ અઘરું પડી રહ્યું છે.

દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી ભારત ૧૭ ટેસ્ટ રમ્યુ છે. જેમાંથી માત્ર બે જ ટેસ્ટ જીતી શક્યુ છે. તેમજ ક્યારેય પણ દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતે ટેસ્ટ શ્રેણી જીતી નથી. જેના કારણે આ વખતે ભારત પર ઈતિહાસ રચવાનો પડકાર રહેશે.