ભારતીય ટીમ તરફથી ચાર વન-ડે અને બે ટી-20 મેચ રમી ચુકેલા રાહુલ શર્માને મળી રહેલી ધમકીઓને કારણે પરેશાન છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, હું નથી જાણતો શું થઈ રહ્યું છે, લોકો રૂપિયા માટે કઈ પણ કરે છે. કોઈનું જીવન મહત્વપૂર્ણ હોય છે, છેલ્લાં કેટલાક દિવસથી એક વ્યક્તિ વીડીયો અપલોડ કરવાની ધમકી આપી મને બ્લેકમૈલ કરી રહ્યું છે.
https://twitter.com/ImRahulSharma3/status/947839650676146176
તે મારું જીવન અને કારકિર્દી બરબાદ કરવા માંગે છે. ભગવાન પ્લીઝ આવા લોકોથી મને બચાવો. IPLમાં 44 મેચ રમી છે જેમાં તેણે 40 વિકેટ ઝડપી છે. IPLમાં શાનદાર પ્રદર્શન બાદ રાહુલ શર્માનું નામ ચર્ચામાં આવ્યું હતું.

આ શાનદાર પ્રદર્શન પછી તેણે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે સફળતા મળી હતી. ડીસેમ્બર 2011માં વેસ્ટ ઇન્ડીઝ સામે આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરુ કરનાર રાહુલે ચાર વનડેમાં 177 રન આપી 6 વિકેટ ઝડપી છે.
