Not Set/ વિરાટ કોહલી બન્યા મેન ઓફ ધ સીરીઝ, સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં વિરાટનો રહ્યો શાનદાર દેખાવ

સાઉથ આફ્રિકાની સામે ૬ દિવસની વનડે સીરીઝમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના શાનદાર પરફોર્મન્સના આધારે તેમને મેન ઓફ ધ સીરીઝ અને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે વિરાટ કોહલીએ સિરીઝની અંતિમ મેચમાં ૧૨૯ રનની ઇનિંગ રમી ભારતને આઠ વિકેટથી જીતાડ્યું  હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ છ મેચની સીરીઝમાં ત્રણ સદી, […]

Sports

સાઉથ આફ્રિકાની સામે ૬ દિવસની વનડે સીરીઝમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના શાનદાર પરફોર્મન્સના આધારે તેમને મેન ઓફ ધ સીરીઝ અને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે વિરાટ કોહલીએ સિરીઝની અંતિમ મેચમાં ૧૨૯ રનની ઇનિંગ રમી ભારતને આઠ વિકેટથી જીતાડ્યું  હતું.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ છ મેચની સીરીઝમાં ત્રણ સદી, ૧૮૬.૦૦ ની એવરજ અને ૯૯.૪૬ ની સ્ટ્રાઈક રેટથી ૫૫૮ રન બનાવ્યા જે એક દ્વિપક્ષીય સીરીઝમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા  બનાવેલ સૌથી વધુ રન છે.

જુઓ આવું રહ્યું છે  વિરાટ કોહલીનું પ્રદર્શન

પ્રથમ વનડે મેચ : ૧૧૯ બોલમાં ૧૧૨ રન, ૧૨ ચોગ્ગા

બીજી વનડે મેચ : ૫૦ બોલમાં ૪૬ રન, ૪ ચોગ્ગા, ૧ સિક્સર

ત્રીજી વનડે મેચ : ૧૫૯ બોલમાં ૧૬૦ રન, ૧૨ ચોગ્ગા, ૨ સિક્સર

ચોથી વનડે મેચ : ૮૩ બોલમાં ૭૫ રન, ૭ ચોગ્ગા, ૧ સિક્સર

પાંચમી વનડે મેચ : ૫૪ બોલમાં ૩૬ રન, ૨ ચોગ્ગા

છઠ્ઠી વનડે : ૯૬ બોલમાં ૧૨૯ રન, ૧૯ ચોગ્ગા, ૨ સિક્સર