પસંદગીકારોએ ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. મયંક અગ્રવાલને ટીમ ઈન્ડિયામાં રોહિત શર્માને જગ્યાએ રમવાની તક આપવામાં આવી છે. રવિવારે પાંચમી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ઈજા પહોચવાનાં કારણે રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવેલ છે.
NEWS : Rohit Sharma has been ruled out of the upcoming ODI and the Test series against New Zealand.
Mayank Agarwal has been named as his replacement in the ODI squad. #NZvIND #TeamIndia pic.twitter.com/AUMeCSNfWQ
— BCCI (@BCCI) February 4, 2020
માઉન્ટ મોંગાનુઇ ખાતેની અંતિમ ટી 20 મેચમાં ઝડપી રન લેવાના ચક્કરમાં રોહિત શર્માનાં સ્નાયુઓ ખેચાયા હતા. 41 બોલમાં 60 રન બનાવ્યા બાદ તેને રિટાયર્ડ હર્ટ થઇને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. ટી-20 મેચની સીરીઝ 5-0થી જીત્યા બાદ ભારતે બુધવારથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વનડે અને ત્યારબાદ બે ટેસ્ટ મેચ રમવાની બાકી છે.
BCCI: Wriddhiman Saha (wicket-keeper), Rishabh Pant (wicket-keeper), R. Ashwin, Ravindra Jadeja, Jasprit Bumrah, Umesh Yadav, Mohd. Shami, Navdeep Saini, Ishant Sharma (subject to fitness clearance). 2/2 #IndiaVSNewZealand https://t.co/zjD0CLV8Fw
— ANI (@ANI) February 4, 2020
ન્યૂઝીલેન્ડમાં રોહિત શર્માનું ઈજાગ્રસ્ત થવું એ ટીમ ઇન્ડિયા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાએ ઘોષણા કરી દીધી છે જે આ મુબ છે: વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (ઉપ-કપ્તાન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર) , રિષભ પંત (વિકેટકીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, ઇશાંત શર્મા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
