અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023ની શાનદાર મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનને શરૂઆતના બે ઝટકા લાગ્યા બાદ કેપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન બચી ગયા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી પણ કરી હતી. બાબરે 57 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને પછીના બોલ પર આઉટ થઈ ગયો. આ દરમિયાન ભારતીય દિગ્ગજ ખેલાડીએ તેમના વિશે મોટું નિવેદન આપ્યું છે.
બાબર આઝમના આઉટ થયા બાદ ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહ કોમેન્ટ્રી પર આવ્યા હતા. તેમણે બાબર અને રિઝવાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભજ્જીએ મોહમ્મદ રિઝવાનના વખાણ કર્યા હતા. તેમણે બાબર આઝમને લઈને આકરી પ્રતિક્રિયા આપી હતી. ભજ્જીએ તેને ઠપકો આપતા કહ્યું કે બાબર પોતાના માટે રમે છે. ભજ્જીની આ કોમેન્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી દરમિયાન સાંભળવા મળી હતી.
પોતાના માટે રમે છે બાબર: ભજ્જી
હરભજન સિંહે કહ્યું કે, મોહમ્મદ રિઝવાન મજબૂત ખેલાડી છે. તેને જોઈને લાગે છે કે તે ટીમ માટે રમે છે અને તેના સ્કોરની પરવા નથી કરતો. જ્યારે બાબર આઝમ વિશે મને લાગે છે કે ક્યારેક તે પોતાના માટે રમવા લાગે છે. હરભજન સિંહના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. આ ઇનિંગમાં બાબરે 50 રન અને રિઝવાને 49 રન બનાવ્યા હતા.
બાબર આઝમની વાત કરીએ તો, તેણે વન-ડે ક્રિકેટમાં ભારત સામે પ્રથમ અર્ધસદી ફટકારી હતી. તે આ પહેલા ક્યારેય ભારત સામે કંઈ ખાસ કરી શક્યો ન હતો. આજે, જ્યારે તે સેટ દેખાતો હતો, ત્યારે મોહમ્મદ સિરાજે તેને ક્લીન બોલિંગ કરીને મોટી ઇનિંગ્સ રમવાની યોજના પર પાણી ફેરવી દીધુ હતું.
આ પણ વાંચો: World Cup 2023 LIVE/ ભારતે પાકિસ્તાનને 191 રનમાં ઓલઆઉટ કરી દીધું, પાંચ ખેલાડીઓએ બે-બે વિકેટ ઝડપી
આ પણ વાંચો: World Cup 2023 LIVE/ ભારતે પાકિસ્તાનને 191 રનમાં ઓલઆઉટ કરી દીધું, પાંચ ખેલાડીઓએ બે-બે વિકેટ ઝડપી
આ પણ વાંચો: Garbo Song/ નવરાત્રીના એક દિવસ પહેલા PM મોદીએ લખેલું ‘ગરબો’ ગીત રિલીઝ, જુઓ વીડિયો

