દુબઈ,
યુએઈમાં રમાયેલા એશિયા કપ ૨૦૧૮ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. અત્યંત રોમાંચક બનેલી ફાઈનલ મેચમાં ભારતે બાંગ્લાદેશની ટીમને ૩ વિકેટે હરાવી આ એશિયા કપ પર કબ્જો કર્યો હતો. આ સાથે જ ભારત ૭મી વખત એશિયા કપની ચેમ્પિયન ટીમ બની છે.

આ પહેલા ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૦/૯૧, ૧૯૯૫, ૨૦૧૦ અને ૨૦૧૬માં પણ ભારત એશિયા કપનું ચેમ્પિયન બની ચુક્યું છે.
આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બેટ્સમેન અને બોલરો વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી હતી. પરંતુ એશિયા કપ દરમિયાન ઘણા એવા ખેલાડીઓ છે, જેઓએ પોતાની છાપ છોડી છે.

એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનમાં શિખર ધવન મોખરે છે અને તેઓને “મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ” પણ આપવામાં આવ્યો છે. ધવને આ ટુર્નામેન્ટમાં કુલ ૩૪૨ રન બનાવ્યા છે.
જયારે બોલરોની યાદીમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ખેલાડીઓમાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન મોખરે છે. રાશિદ ખાને આ ટુર્નામેન્ટની ૫ મેચમાં સૌથી વધુ ૧૦ વિકેટ ઝડપી હતી.
ટોચના ૫ બેટ્સમેન :
૧. શિખર ધવન (ભારત) : ૩૪૨ રન
૨. રોહિત શર્મા (ભારત) : ૩૧૭ રન
3. મુશફિકુર રહેમ (બાંગ્લાદેશ) : ૩૦૨ રન
૪. મોહમ્મદ શહજાદ (અફઘાનિસ્તાન ) : ૨૬૮ રન
૫. હશ્મતુલાહ શાહિદી (અફઘાનિસ્તાન) : ૨૬૩ રન
ટોપ ૫ બોલર :
૧. રાશિદ ખાન (અફઘાનિસ્તાન) : ૧૦ વિકેટ
૨. મુસ્તાફિઝુર રહેમાન (બાંગ્લાદેશ) : ૧૦ વિકેટ
૩. કુલદીપ યાદવ (ભારત) : ૧૦ વિકેટ
૪. જસપ્રીત બુમરાહ (ભારત) : ૮ વિકેટ
૫. રવિન્દ્ર જાડેજા (ભારત) : ૭ વિકેટ
