Not Set/ એશિયન ગેમ્સ : ભારતીય ખેલાડીઓના દળમાંથી મેડલ જીતનારા ૨૦ ખેલાડીઓને કરાયા બહાર

નવી દિલ્હી, ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબૈંગમાં આગામી ૧૮ ઓગષ્ટથી એશિયન ગેમ્સની શરુઆત થઇ રહી છે. આ ગેમ્સમાં એશિયાભરના તમામ દેશોના ખેલાડીઓ ભાગ લેવાના છે, ત્યારે ભારત દ્વારા પણ ૩૪ રમતો માટે ૫૭૨ ખેલાડીઓના નામનું એલાન કરવામાં આવ્યું છે. જો કે ભારત દ્વારા જાહેર કરાયેલા ૫૭૨ ખેલાડીઓના એલાન અંગેની ખાસ વાત એ છે કે, આ યાદીમાં […]

Trending Sports
marry kom એશિયન ગેમ્સ : ભારતીય ખેલાડીઓના દળમાંથી મેડલ જીતનારા ૨૦ ખેલાડીઓને કરાયા બહાર

નવી દિલ્હી,

ઇન્ડોનેશિયાના જકાર્તા અને પાલેમબૈંગમાં આગામી ૧૮ ઓગષ્ટથી એશિયન ગેમ્સની શરુઆત થઇ રહી છે. આ ગેમ્સમાં એશિયાભરના તમામ દેશોના ખેલાડીઓ ભાગ લેવાના છે, ત્યારે ભારત દ્વારા પણ ૩૪ રમતો માટે ૫૭૨ ખેલાડીઓના નામનું એલાન કરવામાં આવ્યું છે.

જો કે ભારત દ્વારા જાહેર કરાયેલા ૫૭૨ ખેલાડીઓના એલાન અંગેની ખાસ વાત એ છે કે, આ યાદીમાં ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં રમાયેલા ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ જીતનારા મુખ્ય ૨૦ ખેલાડીઓના નામ જ નથી.

આ યાદીમાં બોક્સર એમ સી મેરીકોમ, શૂટર જીતું રાય, વેટલિફ્ટર સંજીતા અને મીરાબાઈ ચાનું સહિત ૧૦ ગોલ્ડ મેડાલિસ્ટ આ ગેમ્સમાં ભાગ લેશે નહિ. દેશના સ્ટાર મહિલા બોક્સર મેરીકોમને તેઓનું મનપસંદ વર્ગ ન મળવાના કારણે તેઓએ પોતાનું નામ પાછું ખેંચ્યું છે.

મહત્વનું છે કે, ભારતે ચાર વર્ષ પહેલા દક્ષિણ કોરિયામાં રમાયેલા એશિયન ગેમ્સમાં ૫૭ મેડલ જીત્યા હતા. જેમાં ખેલાડીઓએ ૧૧ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૩૭ બ્રોન્ઝમેડલ જીત્યા હતા.

એશિયન ગેમ્સમાંથી આ ખેલાડીઓના નામ શામેલ કરાયા નથી : 

૧. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓ : મેરી કોમ, જીતુ રાય, સચિન ચૌધરી, સંજીવ રાજપૂત, તેજસ્વિની સાવંત, વેંકટ રાહુલ, મીરાબાઈ ચાનુ, પૂનમ યાદવ, રાહલુ અવારે,

૨. કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારા ખેલાડીઓ : મેહુલ ઘોષ, પ્રદિપ સિંહ, ગુરુરાજા, બબીતા,

૩. કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારા ખેલાડીઓ : નવજીત ઢીલ્લ્ન, નમન તંવર, મનીષ કૌશિક, ઓમ મિઠરવાલ, દિપક લાથેર, સોમવીર