Not Set/ સ્પોર્ટ્સ/ BCCI અધ્યક્ષ સાથે રોહિત-વિરાટે કરી મુલાકાત, આ વાતોને લઇને થઇ ચર્ચા

ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી અને બાંગ્લાદેશની સામે ટી-20 ટૂર્નામેન્ટ માટે પસંદ કરવામાં આવેલા કેપ્ટન રોહિત શર્માએ બીસીસીઆઈનાં નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. પસંદગી સમિતિની બેઠક દરમિયાન સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ કોહલી અને રોહિતને મળ્યા અને તેમની સાથે ભારતીય ક્રિકેટ ટીમની ભાવી […]

Uncategorized
Virat and Rohit Meet BCCI New President સ્પોર્ટ્સ/ BCCI અધ્યક્ષ સાથે રોહિત-વિરાટે કરી મુલાકાત, આ વાતોને લઇને થઇ ચર્ચા

ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી અને બાંગ્લાદેશની સામે ટી-20 ટૂર્નામેન્ટ માટે પસંદ કરવામાં આવેલા કેપ્ટન રોહિત શર્માએ બીસીસીઆઈનાં નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. પસંદગી સમિતિની બેઠક દરમિયાન સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ કોહલી અને રોહિતને મળ્યા અને તેમની સાથે ભારતીય ક્રિકેટ ટીમની ભાવી યોજનાઓની ચર્ચા કરી.

આ સમય દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, બેઠક દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીનાં ભાવી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી, જો કે આ બેઠક અંગે બધાએ મૌન ધારણ કર્યું હતું. આ વિશેષ મીટિંગમાં કોચ રવિ શાસ્ત્રી હાજર ન હોતા. બીસીસીઆઈનાં સુત્રોએ જણાવ્યું હતું કે, અધ્યક્ષ અને સચિવ કેપ્ટન અને ઉપ-કપ્તાનને મળવા ઇચ્છતા હતા. ટીમની યોજનાઓ વિશે થોડી ચર્ચા થઈ. દરમિયાન અધ્યક્ષે કેટલાક સૂચનો પણ કર્યા.

શાહ દ્વારા બોર્ડ પ્રમુખની હાજરીમાં બેઠક બોલાવવામાં આવી હતી. બીસીસીઆઈએ આ બેઠકની તસવીર તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. આના પર લખ્યું છે કે, “વરિષ્ઠ પસંદગી સમિતિની બપોર પછી મીટિંગમાં દરેકનાં ચહેરા પર દેખાયુ સ્મિત. બેઠકમાં બાંગ્લાદેશ સામે ટી-20 અને ટેસ્ટ ટીમને ઘોષિત કરવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, રોહિત બાંગ્લાદેશ સામેની ત્રણ ટી-20 મેચોમાં ટીમનું નેતૃત્વ કરશે અને તેજ કારણથી તે આ બેઠકમાં જોડાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.