Not Set/ VIDEO : આ ભારતીય બોલરે એક ઇનિંગ્સમાં ૧૦ વિકેટ હાંસલ કરી કર્યો કમાલ

અનંતપુર, ક્રિકેટની રમતને હંમેશાની માટે અનિશ્ચિત્તાઓની ગેમ કહેવાય છે, જ્યાં કોઈક વાર એવા રેકોર્ડ બનતા હોય છે કે જેને લઈ સપનું જોવું પણ શક્ય હોતું નથી. આ વચ્ચે મણિપુરના ૧૮ વર્ષીય બોલરે એક ઇનિગ્સમાં ૧૦ વિકેટ ઝડપવાનો એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. https://twitter.com/ThisIs_Sri/status/1073181605777174529 મીડિયમ પેસર બોલર રેક્સ રાજકુમાર સિંહે ચાર દિવસીય કૂચ બિહાર ટ્રોફીની […]

Trending Sports

અનંતપુર,

ક્રિકેટની રમતને હંમેશાની માટે અનિશ્ચિત્તાઓની ગેમ કહેવાય છે, જ્યાં કોઈક વાર એવા રેકોર્ડ બનતા હોય છે કે જેને લઈ સપનું જોવું પણ શક્ય હોતું નથી.

આ વચ્ચે મણિપુરના ૧૮ વર્ષીય બોલરે એક ઇનિગ્સમાં ૧૦ વિકેટ ઝડપવાનો એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

https://twitter.com/ThisIs_Sri/status/1073181605777174529

મીડિયમ પેસર બોલર રેક્સ રાજકુમાર સિંહે ચાર દિવસીય કૂચ બિહાર ટ્રોફીની અન્ડર – ૧૯ ટુર્નામેન્ટમાં અરુણાચલ પ્રદેશ સામે આ કમાલ કર્યો છે.

અનંતપુરમાં રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સ્ટેડિયમમાં મણિપુરની ટીમ દ્વારા અરુણાચલ પ્રદેશને બીજી ઇનિંગ્સમાં માત્ર ૩૬ રન પર જ ઓલ આઉટ કરી દીધી હતી. જો કે આ ઇનિગ્સની ખાસ વાત એ છે કે, રાજકુમારે ૯.૫ ઓવરમાં ૬ મેડન સાથે માત્ર ૧૧ રન આપી ૧૦ વિકેટ ઝડપી હતી.