Not Set/ જયારે વિરાટ અને યુવીની સાથે મળીને શોએબ મલિકે ઉડાવી હતી સઈદ અજમલની મજાક-જુઓ Video

કરાચી: પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શોએબ મલિકની ભારતમાં ફેન ફોલોઈંગ ઘણી મોટી સંખ્યામાં છે. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુંમાં કેટલીક મજેદાર વાતો કરી હતી. વર્ષ ૨૦૧૭ની ચેમ્પિયંસ ટ્રોફીની ફાઈનલ મેચ કદાચ જ કોઈ ભારતીય અથવા પાકિસ્તાની ફેન ભૂલ્યો હશે. આ ફાઈનલ મેચની પછી વિરાટ કોહલી, યુવરાજ સિંહ, શોએબ મલિક […]

Sports
Shoaib malik recalls when virat kohli, Yuvi and he Laughed about funny dropped catch watch here

કરાચી: પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર શોએબ મલિકની ભારતમાં ફેન ફોલોઈંગ ઘણી મોટી સંખ્યામાં છે. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુંમાં કેટલીક મજેદાર વાતો કરી હતી. વર્ષ ૨૦૧૭ની ચેમ્પિયંસ ટ્રોફીની ફાઈનલ મેચ કદાચ જ કોઈ ભારતીય અથવા પાકિસ્તાની ફેન ભૂલ્યો હશે. આ ફાઈનલ મેચની પછી વિરાટ કોહલી, યુવરાજ સિંહ, શોએબ મલિક અને અજહર મહમૂદનો એક ફોટો ઘણો વાયરલ થયો હતો. શોએબે આ ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, બધા કઈ વાત પર જોર જોરથી હસતાં હતાં.

પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે એક મેચ રમાઈ હતી, જેમાં શોએબ મલિક અને સઈદ અજમલે મળીને ક્રિસ ગેલનો એક ઐતિહાસિક કેચ ડ્રોપ કર્યો હતો. શોએબે આ કેચનો ઉલ્લેખ કરીને પછી જણાવ્યું હતું કે, ચેમ્પિયંસ ટ્રોફીની પછી અમે બધા આ કેચ પર જ ચર્ચા કરી રહ્યા હતા.

વિરાટે શોએબને પૂછ્યું હતું કે, કેચ તો ડ્રોપ થયો હતો, આ પછી અજમલે તમને શું કહ્યું હતું. શોએબે જણાવ્યું હતું કે, અજમલે કેચિંગ પોઝિશન એટલા માટે બનાવી રાખી હતી કે, જો કેચ છૂટી જાય તો તે કરી લેશે. યૂટ્યૂબ પર આ ઈન્ટરવ્યુંનો તમે સમગ્ર વીડિઓ પણ જો શકો છો.