Not Set/ ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : આજે ફ્રાંસ – ક્રોએશિયા વચ્ચે રમાશે ફૂટબોલ મહાકુંભનો ફાઈનલ મુકાબલો

મોસ્કો, રશિયામાં રમાઈ રહેલા ફૂટબોલનો મહાકુંભ તેના અંતિમ દોરમાં છે. ફિફા વર્લ્ડકપમાં રમાયેલી બે સેમિફાઇનલ મેચની વિજેતા ટીમો ફ્રાંસ અને ક્રોએશિયા વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે, ત્યારે નક્કી થશે કે દુનિયાની વર્લ્ડ ચેમ્પિયન ટીમ કોણ છે. ૨૧માં ફૂટબોલ વર્લ્ડકપની ફાઈનલ મેચ રાજધાની મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે ૮.૩૦ વાગ્યે શરુ થશે. એક બાજુ જ્યાં […]

Trending Sports
france vs croatia world cup final 2018 ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : આજે ફ્રાંસ – ક્રોએશિયા વચ્ચે રમાશે ફૂટબોલ મહાકુંભનો ફાઈનલ મુકાબલો

મોસ્કો,

રશિયામાં રમાઈ રહેલા ફૂટબોલનો મહાકુંભ તેના અંતિમ દોરમાં છે. ફિફા વર્લ્ડકપમાં રમાયેલી બે સેમિફાઇનલ મેચની વિજેતા ટીમો ફ્રાંસ અને ક્રોએશિયા વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે, ત્યારે નક્કી થશે કે દુનિયાની વર્લ્ડ ચેમ્પિયન ટીમ કોણ છે.

૨૧માં ફૂટબોલ વર્લ્ડકપની ફાઈનલ મેચ રાજધાની મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે ૮.૩૦ વાગ્યે શરુ થશે.

એક બાજુ જ્યાં આ ફાઈનલ મુકાબલામાં ફ્રાંસની ટીમ પાસે ૨૦ વર્ષ બાદ ફૂટબોલનો વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક છે જયારે વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર ફાઈનલમાં પહોચેલી ક્રોએશિયાની ટીમ પાસે પણ આ ખિતાબ પોતાના નામે કરવાનો મૌકો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રથમ સેમિફાઈનલ મેચમાં ફ્રાંસની ટીમે બેલ્જિયમને  ૧-૦ હરાવ્યું હતું, જયારે બીજી સેમિફાઇનલ મેચમાં ક્રોએશિયાની ટીમે ઇંગ્લેન્ડને ૨-૧ થી હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

ફ્રાંસનો ૨૦ વર્ષનો વનવાસ થશે ખતમ :

૨૦ વર્ષમાં ફ્રાંસ ત્રીજી વાર ફાઈનલમાં પહોચ્યું છે. ૧૯૯૮માં ફ્રાંસ ચેમ્પિયન બન્યું હતું જયારે ૨૦૦૬માં રનર્સઅપ રહ્યું હતું. ત્યારે હવે આજે રમાનારી ફાઈનલ મેચ ફ્રાંસ જીતે છે તો તે ૨૦ વર્ષ બાદ વધુ એકવાર વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કરશે.

ક્રોએશિયા પહેલીવાર બની શકે છે વર્લ્ડ ચેમ્પિયન :

ફિફાના રેન્કિંગમાં ૨૦માં નંબરે યથાવત ક્રોએશિયાની ટીમ વર્લ્ડકપની ફાઈનલમાં પહોચાનારી સૌથી નીચા ક્રમની ટીમ છે, ત્યારે તેઓ પહેલીવાર આ વર્લ્ડકપનો ખિતાબ જીતીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું બિરુદ પોતાના નામે કરી શકે છે.

ફ્રાન્સના ૫ હિરો: કિલિયન એમ્બાપ્પે, એન્ટોની ગ્રીઝમેન, પોલ પોગ્બા, એન્ગોલો કન્ટે અને હુગો લોરિસ

ક્રોએશિયાના  ૫ હિરો : લુકા મોડ્રિચ, ઇવાન રકિટિચ, મારિયો માજુંકિચ, ઇવાન પેરિસિચ અને ડેનિયલ સુબાસિચ